DAHODDAHOD CITY / TALUKO

દાહોદ તાલુકાના નજીક ગામમાંથી એક અજાણી ભૂલી પડેલ મહિલાને 181 મહિલા હેલ્પલાઇન મદદે પોહચી

તા.૧૦.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod: દાહોદ તાલુકાના નજીક ગામમાંથી એક જાગૃત વ્યક્તિએ 181 માં ફોન કરી જણાવેલ કે એક અજાણી ભૂલી પડેલ મહિલા મળી આવેલ છે

જાગૃત વ્યક્તિએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ની આશરે 40 વય જેટલી ઉંમર હતી. પીડિતા જણાવે છે કે તેઓને ચાર છોકરીઓ અને એક છોકરો છે તેઓ તેમના પતિ અને તેમના બાળકો જોડે બહારગામ કામ કરવા ગયા હતા, અને ત્યાં તેઓના પતિ જોડે ઝઘડો થયો હતો જેથી પીડીતા બહારગામ થી બસમાં બેસી અને આ વિસ્તારમાં ઉતરી ગયા હતા ત્યારબાદ પીડિતા બસ સ્ટેશનથી ચાલતા ચાલતા જાગૃત વ્યક્તિના ગામ બાજુ આવી ગયેલ,જેથી પીડિતા ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી,જેથી પીડિતાએ જણાવેલ કે તેઓનું પિયર રાજસ્થાનના કોઈ ગામમાં છે અને તેઓના લગ્ન દાહોદ જિલ્લાના કોઈ ગામમાં થયા હતા. તેઓના ઘરે તેઓના જેઠ લોકો રહેતા હતા ત્યારબાદ પીડિતાએ તેઓની સાસરી નું સાચું સરનામું જણાવતા પીડિતા ને તેઓની સાસરી માં તેઓના ઘરે લઈ ગયા હતા અને ત્યાં પીડિતાના પતિ પણ હાજર હતા ત્યારબાદ પીડિતાના પતિને સમજાવેલ કે ગમે તે પ્રશ્ન હોય તો તમે વાતચીત કરી અને નિરાકરણ લાવો આમ નાનો ઝઘડો હોય પરંતુ તેનું સ્વરૂપ ઘણું મોટું થઈ જાય છે અને પીડિતા કોઈ અવળું પગલું ભરી લે તે માટે તમે તેમની જોડે શાંતિથી રહો અને બંને થઈ અને પોતાના બાળકોને સાચવો અને પોતાનો ઘર સંસાર ચલાવો જેથી પીડિતાને તેઓના ઘરે તેઓના પતિને ફેમિલીને હેન્ડ ઓવર કરી

Back to top button
error: Content is protected !!