DAHODFATEPURA

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં મોટી ઢઢેલી ખાતે બે દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

તા.૨૩.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં મોટી ઢઢેલી ખાતે બે દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ખુબ જ ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત, ચેરમેન આદરણીય, વંદનીય, પૂજનીય યોગ સેવક શિશપાલજી સાહેબ નાં માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મા મોટી ઢઢેલી ખાતે તારીખ 22.4. 2026 અને તારીખ 23.4.2026 એમ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેંદસ્વિતા મુક્ત ગુજરાત દરેક તાલુકામાં યોગ ટીચરો તૈયાર થાય, દરેક ગામડે ગામડે,ઘરે ઘરે યોગ પહોંચે તેમજ લોકો સ્વસ્થ અને નીરોગી રહે તે માટે બે દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250થી 300 ની સંખ્યા માં મોટી ઢઢેલી, નાની ઢઢેલી , ડબલારા ,પટીસરા ભીતોડી ,નાની બારા, લીમડી, મુંડાહેડા, મારગાળા, હિંગલા, જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિર નો મુખ્ય હેતુ સમગ્ર ફતેપુરા તાલુકાના બધા જ ગામડાઓમાં યોગ ટીચર ભાઈ બહેનો તૈયાર થાય બધા લોકો સ્વસ્થ અને નીરોગી રહે તે માટેનો હતો.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન આદરણીય મહારાજ  ભુરાભાઈ ચરપોટ ,રાકેશભાઈ પારગી મોટી ઢઢેલી, મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ભલાભાઇ તાવીયાડ સાહેબ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ ઉર્જાવાન એવા આદરણીય ઝોન કો.ઓર્ડીનેટર પિન્કીબેન, દાહોદ જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી લીમડી તાલુકા યોગ કોચ કલ્પનાબેન ભાભોર ફતેપુરા તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા યોગ ટ્રેનર અશ્વિનભાઇ ચરપોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી યોગ ટ્રેનર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!