દાહોદના ગોધરારોડ વોર્ડ નંબર.૫ બુનિયાદી શાળાની આગળ પડેલ ખાડા અને ગંદકીથી ઉભરાતી ગટરથી સ્થાનીકો હેરાન પરેશાન
તા૨૮.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોધરારોડ વોર્ડ નંબર.૫ બુનિયાદી શાળાની આગળ પડેલ ખાડા અને ગંદકીથી ઉભરાતી ગટરથી સ્થાનીકો હેરાન પરેશાન
આજરોજ ગુરુવાર તા.૨૮.૧૧.૨૦૨૪ વાત કરીયેતો દાહોદ શહેરના ગોઘરારોડ વોર્ડ નંબર. ૫ સાંસીવાડ વિસ્તાર બુનિયાદી શાળાની આગળ રસ્તા પર પડેલા ખાડાના કારણે સ્થાનિક રહીશો તેમજ તે રસ્તા પરથી અવર જવર કરતા રાહદારીયો હેરાન પરેશાન થયા છે.એક તરફ રસ્તા પર પડેલ ખાડો અને એની બિલકુલ નજીક આવેલ ગંદકી ખદબદતી ગટર અને તેમાંથી આવતી દુર્ગંધના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠયા છે.અવાર નવાર રસ્તા પર પડેલા ખાડાઓના કારણે તથા અકસ્માતોને તાળવાં સ્થાનિક યુવકો દ્વારા સ્વં ખર્ચે લોખડની જાળી મૂકતા લોકોએ રાહત અનુભવી છે.પણ એના નજીક જે ખાડો પડેલ છે.જેનુ પુરાણ કરવાં સ્થાનિક સુધરાઈ સભ્યોને વારંવાર અનેકોવાર રજુઆત કરી તો છતાય હાજ દિન સુધી તે રજુઆતનુ નિરાકરણ કરવામાં આવ્યું નથી.અને સ્થાનિક સુધરાઈ સભ્યો દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવતા હોવાનું સ્થાનિક રહિશો દ્વારા જણાવવામાં આવ્યુ છે.જેથી રસ્તા પર પડેલા ખાડાને વહેલામાં વહેલી તકે પુરાણ.વિસ્તારમાં સાફ સફાઈ તેમજ તે વિસ્તારમાં સ્થિત ગંદકી થી ઉભરાતી ઘટરની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે