GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

કલંક અને ભેદભાવ બંધ કરો, વ્યસન નિવારણને મજબૂત કરો

સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ ૭ ડિસેમ્બર ૧૯૮૭થી ડ્રગ્સ અને માદક પદાર્થોના દુરુપયોગ રોકવા માટે ઠરાવ પસાર કર્યો હતો. ત્યાર પછીથી દર વર્ષે ૨૬ જૂને સમગ્ર વિશ્વમા આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ ઉજવાય છે. જેનો ઉદ્દેશ માદક ઔષધોના દૂષણથી લોકોને બચાવવા અને તેના ગેરકાયદેસર કારોબારને રોકવા માટે અને ડ્રગની ગંભીર આડઅસર અંગે લોકોમાં જાગૃતિ ઊભી કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ડ્રગ રિપોર્ટે મુજબ ગેરકાયદે ડ્રગ્સનો કાળો કારોબાર વાર્ષિક ૩૨૨ અબજ ડોલર જેટલો હોવાનો અંદાજ મૂકાયો છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ( PLV ) શ્રી અનિલ કક્કડ અને પ્રવિણ બરોલિયાના સંયુકત પ્રયાસો થકી લોકોને માદક ઔષધોના સામાજિક આર્થિક દૂષણ, શરીર પરની હાનીકારક અસરોથી અને તેના ગેરકાયદેસર કારોબારથી સાવચેત કરવાના ઉદ્દેશ થી તારીખ ૨૬ જુન ના દિવસ ના રોજ  ગાંધીનગર ખાતે સેક્ટર -૨૪ ના અર્ધ શિક્ષિત અને પછાત ગણાતા  છાપરા વિસ્તાર મા એક જાહેર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

કાર્યક્રમમા મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડએ સૌ પ્રથમ માદક ઔષધો ની યાદી અલગ તારવી બાળકોને તેના નામોથી માહિતગાર કર્યા હતા અને આ કારોબરમા નાની ઉમરના કિશોરો ને લાવવા માટે ગુન્હાહિત તત્વો દ્વારા થતા પ્રયાસોથી અવગત કરાવી સાવચેત રહેવા સમજાવ્યા હતા. માદક ઔષધોના વ્યસનોની આડ અસરોને શ્રી કક્કડએ ખુબ જ ગંભીર ગણાવી તેના થી થતા ફેફસા, લીવર, હાર્ટરોગ, કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા વ્યસનોનો જીવન ભર દુર રહેવા અપીલ કરી હતી. સને ૨૦૨૩ ના વર્ષ માટે આ મુદા ઉપર સંયુક્ત રાષ્ટ્ર  એ આપેલ સુત્ર “ લોકો પહેલા: કલંક અને ભેદભાવ બંધ કરો, નિવારણને મજબૂત કરો ” ને પણ ધ્યાન ઉપર રાખવા શ્રી કક્કડએ સર્વે ને જણાવ્યુ હતુ. .

કાર્યક્રમ ના અંતે … એકનો નશો છોડાવો, પાંચના જીવન બચાવો .. નશો છોડો, જીવનને જોડો ,,,,સૌ નો સાથ વ્યસનનો નાશ … જેવા વ્યસનો વિરૂધ્ધ સુત્રો ઉચ્ચારવામા આવ્યા હતા. સામાજિક કાર્યકર અને ( PLV ) શ્રી પ્રવિણ બરોલિયાએ પર્યાવરણની જાળવણી અને તેના ઉપર પ્લાસ્ટીકની નુકશાન કારક અસરો માટે બાળકો ને સમજાવ્યા હતા. અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના શ્રી ધ્રુવસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા વિગેરેએ યોગ્ય સંકલન જાળવી સંપૂર્ણ સાથ સહકાર સાથે સમાજ ઉપયોગી સેવાઓનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!