GUJARAT

GMB-ત્રણ એજન્સીઓને રાજ્યનાં પોર્ટનો “ભોગવટો” આપતા H.R

GMB-ત્રણ એજન્સીઓને રાજ્યનાં પોર્ટનો “ભોગવટો” આપતા H.R

આઉટસોર્સ તો સમજ્યા તમારે જે પગલા લેવા હોય જે કમાવવુ હોય જે ને મંજુરી આપવી હોય જેમને આવવા દેવા હોય……”તેરી મરજી”

ગૌણ સેવા પસંદગીમંડળની ભરતી પ્રક્રિયા વખતે ઇરાદા પુર્વક મૌન સેવાયુ?? શું કામ ?? તપાસકરો…..કર્મચારી મહાસંઘ એ તો તપાસ માંગી જ છે ને……

ઉચ્ચ અધીકારીઓ ખુદ CMO ને ગેરમાર્ગે દોરનાર GMB HR ને ખદેડો અને ખાતાકીય તપાસ માંડો…સંઘની માંગણીઓ ધ્યાને લો….જાણકારોનો અભિપ્રાય

 

જામનગર (ભરત ભોગાયતા)

 

અગાઉ અઘાટ બધુ અપાતુ હતુ હાલ પણ પટ્ટે અપાય છે પરંતુ એના નિયમ છે શરતો હોય છે વગેરે પરંતુ આ તો ઓફીશ્યલ સનદ નથી ઓફીશીયલ લીઝ નથી ગુજરાતના ધમધમતા બંદર ઉપરાંત સંવેદનશીલ બંદર ઉપરાંત શીપમેન્ટની આવજા ના બંદર વગેતે પ્રકારના વિવિધતા વાળા મળીને બધા બંદર એક ભાઇ એ ત્રણ રાજાના કુંવરો જેવી ત્રણ એજન્સીઓને ભાગ પાડી દીધા કે તમે ત્યા જે કરો તે તમારૂ હા “મારૂ”રાખી ને??

કરૂણતા એ છે કે ગુજરાત મેરી ટાઇમ બોર્ડનો વહીવટ એવધફો મોટો છે કે વી.સી.સા. તો બધુ જોઇ લે ત્યા જ થાકીજાય બાદમા જેનો જેનો ટેકનીકલ કે વહીવટી વિભાગ હોય તેના દરેકના વડા પોતાની “આવડત” મુજબ લડી લે દરિયા જેવડા આ વિભાગ એ દરિયાના કાંઠાઓનુ સંચાલન કરવાનુ છે તેમા
જૂના GM HR જેવા અધિકારીઓ વીસી સાહેબ ને ગેરમાર્ગે દોરીને આઉટસોર્સિંગ કરાવવા માંગે છે , અને આવી સેંસેટિવ પોસ્ટ ને કરાર થી ભરે તો આ તંત્ર કયાં જઈ ને અટકશે તે કલ્પના કરવી પણ અશક્ય લાગે છે અને મેરીટાઇમ બોર્ડ તો સરકારનુ નું મબલખ કમાણી કરતું બોર્ડ છે , અને HR ને તો શું તેને તો જેટલા વધારે આઉટસોર્સ તેટલો વધારે ફાયદો પણ સિસ્ટમ કેમ ચાલશે તે કોણ જોશે ?

આ બાબતે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ થી સરકારશ્રી હસ્તકના જુદા જુદા વિભાગો તેમજ નિગમોમાં જુદી જુદી વર્ગ-૩ની જગ્યા ભરવા બાબતેની જાહેરાત આપવામાં આવેલ છે તેની એક નકલ આ સાથે જીએમબીના એચ.આર.ને પણ જાણ અર્થે સાદર કરેલ છે. પ્રસ્તુત જાહેરાત જોતા તેમાં દર્શાવેલ જગ્યાઓમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક પણ મંજુર થયેલ જગ્યા ભરવા પરત્વેનો સમાવેશ કરવામાં આવેલ નથી. જે ઘણી જ દુઃખદ બાબત છે. આમ ઉકત મીટીંગમાં જનરલ મેનેજર (એચ.આર.) ઘ્વારા જીએમવીના વડાને પણ ગેરમાર્ગે દોરેલ છે જે સ્પષ્ટ દેખાઈ આવે છે.તેમ કર્મચારી મહાસંઘ એ આક્ષેપ કરી તપાસ માંગી હતી

કેમકે,જે તે સમયે જો જનરલ મેનેજર (એચ.આર.) ધ્વારા પ્રસ્તુત ભરતી પરત્વે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકલનમાં રહી અને બોર્ડની પ્રસ્તુત નિયમીત મહેકમ પરની જગ્યા ભરવા બાબતે કાર્યવાહી કરાયેલ હોત તો આવો પ્રશ્ન ઉપસ્થિત થવા ન પામત. પરંતુ તેના મગજમા તો મેલીમુરાદ રમતી હતી ને??

ખાસ તો એક તરફગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બોર્ડ-નિગમોમાં કર્મચારીઓની કાયમી ભરતી નહીં કરીને ઓઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓની સેવા પુરી પાડતી આઉટસોર્ટ એજન્સીઓ જ કમાય છે. આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મેરીટાઇમ બોર્ડમાં કાયમી કર્મચારીઓની તદન ભરતી જ કરવામાં આવતી નથી અને આઉટસોર્સથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે.તે સૌ જાણે છે

મહત્વનુ એ છે કે જીએમબીના સુત્રો જણાવે છે કે આઉટસોર્સ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં પણ કૌંભાડ આચરવામાં આવી રહ્યુ છે.  હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે. કે, કાયમી કર્મચારીઓ કરતા હંગામી નોકરી કરતા કર્મચારીઓની સંખ્યા વધારે છે. જ્યારે સરકારમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને નીચો ભાવ ભરનાર એજન્સીને કામગીરી સોપવામાં આવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા ત્રણ એજન્સીને બોલાવી કામગીરી સોપી દેવામાં આવતા ભ્રષ્ટ્રાચારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.

@@@@@@@@@@@@@

GMBકર્મચારી સંઘનો આક્રોશ -તપાસ કરો-આઉટસોર્સ શુંકામ??નફો કરતુ બોર્ડ પણ મલાઇ કોણ ખાય છે??

ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહાસંઘના મહામંત્રી એ કહ્યુ હતુ કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ખૂબ લાંબા સમયથી આઉસોર્સ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માન્ય મહેકમ પૈકી હાલમાં હયાત ખાલી જગ્યાઓ અને જરૂરિયાત કરતાં અનેક ઘણા મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી નિયમિત કર્મચારીઓ કરતાં પણ વધારે પગારથી કરવામાં આવી છે. ભરતી કરવામાં સરકારી ટેન્ડર્સના નિયમો મુજબ એક જ નીચા ભાવ ભરનાર એજન્સીનુ ટેન્ડર મંજૂર કરવામાં આવતું હોય છે. પરંતુ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ત્રણ એજન્સીને અમુક અમુક બંદરો વહેચી આપી સંવેદનશીલ બંદરની સલામતી કોન્ટ્રકા્ટ કરાર આધારીત કર્મચારીને હવાલે કરી છે ને જીલ્લા કક્ષાના કોઇકામસર જાય તો પુછડી પટ પટાવી પાછા ફરે છે અને ગાંધીનગરમાં આ બાબતે કોઇ તપાસ કરતુ નથી અને સૌથી વધુ કમાણી કરતા બોર્ડ મેરી ટાઇમ બોર્ડની જે વલ્લેવથાય છે તે અંગે કોઇ તપાસ નહી અને ૧૬૦૦ કીમીનો દરીયો આમ રેઢો ને આમ કોન્ટાક્ટના કર્મચારીઔ ઉપર તેમજ
આ કોન્ટ્રાક્ટના રૂપમાં મોટું કૌંભાંડ આચરવામાં આવ્યું છે. ટેન્ડરની મુદ્ત પૂર્ણ થવાની તારીખ નક્કી જ હોય છે છતા તેની અવધિ પૂર્ણ થવા પહેલાં શા માટે વહેલાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નહી ?  એવા સવાલો ઊઠી રહ્યા છે.  આઉટ સોર્સ સ્ટાફની બિનજરૂરી વધુ ભરતી કરી નફા કારક બોર્ડને ભવિષ્યમાં ખોટ કરતું કરવામાં અઘિકારીઓને રસ હોય તેવુ ફલિત થતું દેખાઈ રહ્યું છે. મેરીટાઇમ બોર્ડ સરકારમાં મુખ્યમંત્રીના સીધા નિયંત્રણ હેઠળ આવતો હોય આ બાબતે સરકારનાં નાણાંકીય અને વહીવટી હિતમાં અગાઉ બોર્ડ કર્મચારી સંઘ મહામંડળ ગાંધીનગર દ્વારા જરૂરી તપાસ કરવા રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ  નાયબ સચિવ કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવી પરંતુ આજ દિવસ સુધી તેનો તપાસ રીપોર્ટ તૈયાર થયો નથી. જેથી બોર્ડના વ્યવસ્થાતંત્રને જાણે કોઈ કહેનાર કે ટોકનાર કોઈ ન હોઈ બોર્ડના અધિકારીઓની મનમાની કરવાની જાણે સંપૂર્ણ છૂટ મળી ગઇ હોય તેમ જણાઈ રહ્યું છે.

@___________

BHBhogayata

b.sc.,ll.b.,dny

gov.accre.Journalist

jamnagar

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!