વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા ના ઉખરેલી રોડ આવેલ આર.સી.સી. રોડ ની હાલત બિસમાર થઈ જતા છેલ્લા કેટલાય સમય થી મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાશે અને વિદ્યાર્થીઓ ને અગાઉ ની જેમજ ભારે હાલાકી વેઠવાનો વારો આવશે, ઉખરેલી રોડ પર આવેલ શેક્ષણિક સંસ્થાઓ જેમ કે આઈ.ટી.આઈ, કોલેજ, સ્કૂલો જેવી શૈક્ષણિક અનેક સંસ્થાઓ આવેલ છે જેમાં શિક્ષણ મેળવા માટે તાલુકાના વિવિધ વિસ્તારોમાં થી વિદ્યાર્થીઓ આવે છે. વિદ્યાર્થીઓ ને ચોમાસા દરમિયાન રસ્તાના ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે કપડા (યુનિફોર્મ) ખરાબ થવાના બનાવો બનતા હોય છે મુખ્ય માર્ગ હોવાના કારણે વાહનોની અવર જવર 24કલાક રહે છે. વાહન ને પસાર થતા રસ્તાઓના ખાડાઓમાં ભરાયેલ વરસાદી પાણીના છાંટા ઉડતા વિદ્યાર્થીઓ ના કપડા યુનિફોર્મ ખરાબ થતા હોય છે. રસ્તાઓ પર પડેલ ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ પણ સર્જાય રહી છે. અનેક વખત રજૂઆતો છતાંયે પરિણામ શુન્ય જોવા મળી રહ્યું છે, ત્યારે દર ચોમાસે વિદ્યાર્થીઓ, રાહદારીઓ, સ્થાનિકો, વાહનચાલકો માં ભારે રોષ જોવા મળે છે. લાગતા વળગતા તંત્ર દ્વારા નોંધ લઈ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરાય તે જરૂરી છે.