AHAVADANGGUJARAT

Dang: વઘઇ તાલુકાના ડુંગરડા રેલવે ફાટક નજીક બે બાઈક સામસામે ભટકાતા એક યુવકનું મોત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ નિરવભાઈ દિનેશભાઈ સુરકાર અને તેનો મિત્ર ભાવેશભાઈ રાજુભાઈ પવારનાઓ વઘઇ આઈ.ટી.આઈમાં પરીક્ષા આપી મોટરસાયકલ.ન.જી.જે.21.જે.2987 પર સવાર થઈ પરત ચીકાર ગામ તરફ જઈ રહ્યા હતા.તે વેળાએ વઘઇથી ઝાવડાને જોડતા માર્ગનાં ડુંગરડા રેલવે ફાટક આગળ કોસીમનાં વળાંકમાં સામેથી એક બજાજ પલ્સર ગાડી.ન.જી.જે.30.એફ.2241નાં ચાલકે જેનું નામ ઠામ ખબર નથી તેઓએ પોતાના હવાલાની મોટરસાયકલ ગાડી પર ત્રણ સવારી બેસાડી રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવી સામેથી પેશન પ્રૉ ગાડીને ભટકાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી ઘટના સ્થળે બન્ને બાઇકો સામસામે ભટકાતા  જંગી નુકસાન થયુ હતુ.ઘટના સ્થળે પેશન પ્રો બાઈક પર પાછળ બેસેલ ભાવેશભાઈ રાજુભાઈ પવાર.ઉ.20.રે.ચીકાર તા.વઘઇને મોઢા નાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.આ બનાવમાં પલ્સર બાઈક પર પાછળ બેસેલ બે યુવાનોને પણ ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની વઘઇ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવ સંદર્ભે ફરિયાદી નિરવ દિનેશભાઇ સુરકરે પલ્સર બાઈક ચાલક વિરુદ્ધ વઘઇ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!