AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસની ટીમે ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરેલ પિકઅપ સાથે એક યુવકની ધરપકડ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મોટી સફળતા મેળવતા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.  વઘઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચાવડાએ સ્ટાફના માણસોને સતત પેટ્રોલીંગ અને વોચમાં રહેવા માટે કડક સૂચનાઓ આપી હતી.પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ વઘઇ પોલીસનો સ્ટાફ જ્યારે કુડકસ ગામથી ગીરા દાબદર ગામ વચ્ચે આવેલા ખાપરી નદીના પુલ ઉપર વોચમાં ગોઠવાયેલો હતો, તે દરમિયાન સાંજે આશરે ૧૮:૦૦ વાગ્યાના સુમારે એક શંકાસ્પદ સફેદ કલરની બોલેરો પિક-અપ ગાડી (રજીસ્ટ્રેશન નંબર:-GJ-26-T-8035) ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તુરંત જ આ ગાડીને રોકીને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને પિક-અપ ગાડીના કેબીનની પાછળના ઉપરના ભાગે (હુડમાં) ખૂબ જ ચાલાકીપૂર્વક બનાવેલું એક ગુપ્ત ‘ચોરખાનું’ મળી આવ્યું હતું. આ ચોરખાના ઉપર તાડપત્રી ઢાંકીને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ ચોરખાનું ખોલાવ્યું ત્યારે તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧,૧૮૮ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૨,૬૭,૯૭૨/- આંકવામાં આવી છે.  વઘઇ પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગાડીના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ વિદેશી દારૂની બોટલો (૧,૧૮૮ નંગ) જેની કિંમત ₹૨,૬૭,૯૭૨/-  તથા

બોલેરો પિક-અપ ગાડી જેની કિંમત ₹૩,૦૦,૦૦૦/-  તથા  એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (૧ નંગ) જેની કિંમત ₹૫,૦૦૦/-   એમ મળી કુલ કિંમત  ₹૫,૭૨,૯૭૨/-  નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.પોલીસે આ મુદ્દામાલ સાથે મોહિતભાઈ શીવમભાઇ ચૌધરી (ઉંમર વર્ષ ૨૪) છે, જે વ્યવસાયએ ડ્રાઇવર છે. તે હાલ કડોદરા (સુરત) ખાતે રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચેતાવર ગામ (પોસ્ટ: મિતાઇ) નો વતની છે તેની અટકાયત કરી છે.આ  કેસમાં દારૂના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, ધીરજ ઉર્ફે કાલીયા નામના ઇસમને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેના પૂરા નામ અને સરનામાની વિગતો મેળવવા પોલીસ વધુ તપાસ કરી રહી છે..

Back to top button
error: Content is protected !!