AHAVADANGGUJARAT

Dang:”સલામત સવારી એસટી અમારીનાં”સ્લોગનનાં ધજાગરા,બીજા દિવસે પણ આહવા સોનુનીયા બસ બ્રેકડાઉન

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

આહવા એસટી ડેપો વિભાગની આહવા સોનુનિયા બસ બ્રેકફેલ થતા મુસાફરોનો જીવ અધ્ધર થયાં..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપો વિભાગની બસ સેવા ખાડે જવા પામી છે.આહવા એસટી ડેપો વિભાગની બેદરકારીનાં પગલે રોજેરોજ એસટી બસો અંતરીયાળ માર્ગોમાં ખોટકાઈ રહી છે.આહવા એસટી ડેપો વિભાગ દ્વારા સમયસર બસોનું મેન્ટેનન્સ ન જાળવવામાં આવતા બસો ગમે ત્યાં બ્રેક ડાઉન થઈ ઉભી રહી જાય છે.અને જેનો ભોગ મુસાફરોએ ચૂકવવો પડી રહ્યો છે.ડાંગ જિલ્લાની આહવા એસટી ડેપોની આહવા-સોનુનિયા બસ સતત બીજા દિવસે બ્રેકડાઉન થતા મુસાફરોને રઝળપાટ કરાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આહવાથી સોનુનિયા જવા નીકળેલી બસ GJ 18-Z-2686 બપોરના સમયે આહવાનો ઘાટ ઉતારતા પ્રથમ વળાંક પાસે જ બ્રેકફેલ થતા મુસાફરોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા.સાથે બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી દિધી હતી.અહી ચાલકનાં સુઝબુઝનાં કારણે  બસ ઉભી રહી જતા તમામ યાત્રીઓના જીવ બચી ગયા હતા.ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોની અનેક બસો વારંવાર બ્રેકડાઉન થતી જ હોય છે.અને બસ બ્રેકડાઉન થવાનાં એહવાલ પ્રેસ અને મીડિયામાં વારંવાર પ્રકાશિત થતા હોવા છતા નફ્ફટ બનેલ આહવા ડેપોનાં મેનેજર અને કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કે, બસનું મેન્ટનન્સ કરવામાં આવતુ નથી.ત્યારે આહવા એસટી ડેપો વિભાગ આવનાર દિવસોમાં મોટા અકસ્માતને નોતરું આપવાનું મુહુર્ત જોઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.ત્યારે રાજ્યનાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આહવા એસટી ડેપો સામે લાલ આંખ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button