વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં શામગહાન વિસ્તારમાંથી છાણીયુ ખાતરનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં વણી તરફ જઈ રહેલ ટ્રક.ન.એમ.એચ.04.સી.યુ.0872 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં તોરણ હોટલ નજીકનાં વળાંકમાં અચાનક મોસમ તૂટી જતા રિવર્સમાં આવી માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે છાણીયા ખાતરનો જથ્થો વેરવિખેર થઈ જવા પામ્યો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક સહીત ક્લીનરને શરીરનાં ભાગે નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..