Dang: આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી
MADAN VAISHNAV2 weeks agoLast Updated: November 15, 2024
1 2 minutes read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગોના ૧૨ સ્ટોલ દ્વારા યોજનાઓ અને સેવાઓનું વિસ્તૃત પ્રદર્શન મુખ્યમંત્રીશ્રીએ વિકાસ રથને લીલી ઝંડી બતાવી રથનો શુભારંભ કરાવ્યો
ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ૧૨ જેટલા સ્ટોલ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માહિતી વિભાગ, વન, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગો દ્વારા લોક જાગૃતિ અને વિવિધ સેવાઓ વિશે જનતા સુધી કલ્યાણલક્ષી માહિતી પ્રસારિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિકાસ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમમાં ૧૨ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં નાયબ વન સંરક્ષણ, દક્ષિણ ડાંગ વન વિભાગ:આ સ્ટોલ દ્વારા પીએમ જનધન યોજનાની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
તેમજ જિલ્લા ખેતિવાડી અધિકારી – જિલ્લા પંચાયત, આહવા ડાંગ દ્વારા મીલેટ અને ડાંગરની દેશી જાતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માટીની ગુણવત્તા જાળવવા, પાક સંભાળ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જે ખેડુતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.તેમજ જિલ્લા ગામ વિકાસ એજન્સી, આહવા-ડાંગ:* આ સ્ટોલે સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે આર્થિક કૌશલ્ય વધારવા માટે માર્ગદર્શન પૂરૂં પાડ્યું અને IEC (માહિતી, શિક્ષણ, અને સંચાર) સાધનોનો ઉપયોગ કરી જનજાગૃતિ લાવવામાં આવી હતી તેમજ રિદ્ધિ સિદ્ધિ મંડળ, નડગખાડી દ્વારા બેકરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અને પાક ઉત્પાદન વધારવા માટે નવીનતમ કૌશલ્ય પદ્ધતિઓની માહિતી આપવામાં આવી હતી અંબીકા સખી મંડળ, જામલાપાડા દ્વારા હળદર અને પ્રાકૃતિક પ્રોડક્ટનું વેચાણ અને બનાવટ અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું તેમજ સહેલી બચત ગ્રુપ, ચીચીનાગાવઠા:* વાંસની પ્રોડક્ટ્સનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું
તેમજ જિલ્લા આરોગ્ય અને પંચાયત વિભાગ, આહવા-ડાંગ દ્વ્રારા આરોગ્ય માટેની વિવિધ યોજનાઓ જેવી કે NCD (ગેર-સંચારી રોગો) માટેના આયોજન અને માતા-બાળ આરોગ્ય માટેની પોષણલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ બાળ વિકાસ યોજના (ICDS):* ICDS અંતર્ગત બાળકોના આરોગ્ય અને પોષણ માટેની વિવિધ સેવાઓ અંગે જનતાને માહિતી પ્રદાન કરવામાં આવી હતી શિક્ષણ વિભાગ:* IEC પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને પ્રોત્સાહિત કરવા જાગૃતિ લાવવામાં આવી હતી તેમજ
આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આજીવન કૌશલ્ય વિકાસ માટે કૌશલ્ય આધારિત યોજનાઓ અને વાંસના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતી તેમજ SHE Team (ગૃહ વિભાગ):* SHE ટીમ દ્વારા મહિલાઓને સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા માહિતી કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે સાહિત્ય વિતરણ અને નિદર્શન કરાયું હતું જેમાં લોકલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં હતી.
આ તમામ ૧૨ સ્ટોલોએ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા અનોખી ભૂમિકા ભજવી હતી.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAV2 weeks agoLast Updated: November 15, 2024