AHAVADANG

કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાંગનાં સુબીરમાં સ્વચ્છતા અભિયાન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વિશ્વના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાંગ જિલ્લાના સુબીર તાલુકા મથકે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રજાજનો દ્વારા વ્યક્ત કરાયેલા વિશ્વાસને વિકાસ અને જનકલ્યાણમાં પરિવર્તિત કરવાના સંકલ્પને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતા.ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં જાહેર સ્થળો, માર્ગો અને આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ સમાજના દરેક નાગરિકની સતત જવાબદારી હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે ડાંગ જિલ્લાના મહામંત્રી બૂધુંભાઈ કામડી, સુબીર તાલુકા પ્રમુખ વિનેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પવાર, ઉપપ્રમુખ રઘુનાથભાઈ સાળવે, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, સ્થાનિક કાર્યકરો તેમજ ગામના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવતાં સ્વચ્છતા, સેવા અને જનજાગૃતિના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાયેલા કાર્યકરો અને ગ્રામજનોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌએ મળીને સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી..

Back to top button
error: Content is protected !!