
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં આંબાપાડા ફળિયા ખાતે રહેતી પરિણીતા નામે નિરાલીબેન સાગરભાઈ માંડવે(ઉ. વ.23)ની ઘરના છતના લાકડા સાથે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં લાશ મળી આવી હતી.જે બાદ તેમના પતિ ત્યાં આવી પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે ફરજ પરનાં ડોક્ટર દ્વારા નિરાલીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જે બાદ સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે હજુ સુધી આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.ત્યારે આ બનાવને લઈને આહવા પોલીસની ટીમે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





