AHAVADANG

ડાંગ જિલ્લા એસ.યુ.સી.આઇ.સંગઠન દ્વારા પીવાના પાણીની સમસ્યા બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના કેટલાક ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેને ધ્યાને લઈને સોશિયાલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) ડાંગ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ ડાંગ જિલ્લાના ગામોમાં પીવાના પાણીની તાત્કાલિક ધોરણે સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ગુજરાત રાજ્યના ચેરાપુંજી સમાન ગણાતા ડાંગમાં ઉનાળાની શરૂઆત થતા પાણીની તંગી જોવા મળી રહી છે.પીવાના પાણી માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવી છે.પરંતુ ડાંગ જિલ્લાના ગામડાઓમાં તથા આહવા, વઘઈ તાલુકાઓના ગામડાઓની મુલાકાત લેતા પીવાના પાણીની તકલીફ ના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે.તેમજ જ્યાં પાણી પુરવઠા ની યોજના હેઠળ પાણીની પાઇપલાઇન કે અન્ય સ્ત્રોત પૂરો પાડવામાં આવેલ છે ત્યાં ચાર પાંચ દિવસમાં એક વખત પાણી આપવામાં આવે છે. તેવામાં મનુષ્ય અને પશુઓને પીવાના પાણીની તથા રોજબરોજના કામ માટે ઉપયોગમાં લેવાતા પાણી માટે ખૂબ જ મુશ્કેલી પડે છે.સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં અને એક કરોડો રૂપિયા ની યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ ડાંગમાં પીવાના પાણીનું સંકટ જોવા મળી રહ્યુ છે. પાણી પુરવઠાની વાસ્મો યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન અંગેની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ આ યોજના હેઠળ કોઈપણ ગામમાં સંપૂર્ણ રીતે પીવાનું પાણી મળી શક્યું નથી.ત્યારે ડાંગ જિલ્લાના તમામ ગામોમાં જ્યાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ સાથે એસ.યુ.સી.આઈ. ( કોમ્યુનિસ્ટ )એ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યુ હતુ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!