AHAVADANG

આહવા પોલીસ લાઈનમાં તસ્કરોએ ૭ જેટલા ક્વાર્ટર્સના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ : મોટરસાઈકલને કર્યો નુકસાન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આહવા પોલીસ લાઈનમાં તસ્કરોએ તાળા તોડયા પરંતુ નિષ્ફળ..

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ લાઈન રહેણાક કોલોનીમાં અજ્ઞાત તસ્કરોએ એકસાથે ૬ થી ૭ જેટલા પોલીસ ક્વાર્ટર્સને નિશાન બનાવી તેમના તાળા તોડી નાખતા સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સામૂહિક ચોરી કરવાની ઘટના પાછળ તસ્કરોની અગાઉથી કરેલી યોજના હોવાનું જણાય છે. ક્વાર્ટરની સુરક્ષા માટે તેની બિલકુલ સામે જ સીસીટીવી (CCTV) કેમેરા ગોઠવવામાં આવેલા છે, પરંતુ કમનસીબે આ કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.તસ્કરોએ આ ખામીનો ભરપૂર ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો,જેને કારણે ગુનેગારોને પકડવામાં પોલીસને પ્રાથમિક તબક્કે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાથમિક અહેવાલો મુજબ, તસ્કરોએ તાળા તો તોડયા પરંતુ આ ક્વાટર્સમાં તાળાનાં નકુચા સિવાય કઈ ન મળતા નિષ્ફળતા મળી હોવાનું જાણવા મળ્યુ છે. માત્ર એટલું જ નહી આ દરમિયાન ક્વાર્ટર પરિસરમાં પાર્ક કરેલી એક મોટરસાયકલ પણ ગાયબ થઈ ગઈ હતી. સ્થાનિક સ્તરે શોધખોળ હાથ ધરતા આ ચોરાયેલી બાઇક નજીકના સ્મશાન પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જોકે, આ મોટરસાયકલને ભારે નુકસાન પહોંચાડી, તેની તોડફોડ કરી નાખી હતી.પોલીસનાં પોતાના જ રહેણાંક વિસ્તારમાં થયેલી આ ચોરી કરવાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તસ્કરોની કડી મેળવવા માટે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ લાઈન જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટના પાછળ કઈ રીઢા ગુનેગારોની ટોળકી સક્રિય છે તે દિશામાં આહવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે..

Back to top button
error: Content is protected !!