AHAVADANG

SOG ડાંગની ટીમે ચીકટીયા ગામેથી રૂ. ૩૪,૭૦૦ ના મુદ્દામાલ અને ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતને નશામુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ડાંગ-આહવા ટીમને મોટી સફળતા મળી છે.ડાંગ પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પી.એસ.આઈ.એમ.જી.શેખની પોલીસ ટીમે બાતમીના આધારે આહવા તાલુકાના અંતરિયાળ ચીકટીયા ગામના પટેલ ફળિયામાંથી વનસ્પતિજન્ય સૂકા માદક પદાર્થ (ગાંજો) સાથે એક ઇસમને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”NO DRUGS IN SOUTH GUJARAT” અભિયાન  અંતર્ગત ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું સેવન, વાવેતર કે હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર.એમ.જી. શેખની રાહબરી હેઠળ ટીમ સતત ખાનગી રાહે બાતમી મેળવી કાર્યરત હતી.તા. ૧૪/૦૭/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ ચીકટીયા ગામે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પટેલ ફળિયામાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક ઇસમની ઝડતી લેતા તેની પાસેથી વનસ્પતિજન્ય સૂકો ગાંજો: ૦.૬૯૨ કિલોગ્રામ (કિંમત રૂ. ૩૪,૬૦૦/-),રોકડ રકમ એમ મળી મળી કુલ રૂ. ૩૪,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વિકીભાઈ હરપતભાઈ પવાર (ઉં.વ. ૨૫, રહે. ચીકટીયા પટેલ ફળિયા, તા. આહવા, જી. ડાંગ) વિરૂદ્ધ વધઈ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(ii)(એ), ૨૯ મુજબ ગુનો નોંધીને આગળની વધુ તપાસ વધઈ પોલીસ સ્ટેશનને સોંપી છે.આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી બયરમ ટેલર (રહે. સાલેર ગામ, મહારાષ્ટ્ર) ને હાલ વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે..

Back to top button
error: Content is protected !!