AHAVADANG

ડાંગ:વઘઇના હનવતચોંડ ફાટક પાસે બાઇક સવારો સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા બે ઈસમોના મોત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં નડગખાદી હનવતચોંડ ફાટક પાસેનાં માર્ગનાં ઉતરાણમાં બાઈક સવારો સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા બે ઈસમોનું મોત નિપજ્યુ.જ્યારે ચાલક સારવાર હેઠળ….પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ તરફથી મોટરસાયકલ ન.જી.જે.19.કયુ.9671 પર કૌશિકભાઈ જમાભાઈ ગામીત તથા ફૂલસિંગભાઈ મનસુખભાઈ ગાયલી(પવાર)અને ધર્મેશભાઈ મગનભાઈ પટેલનાઓ ત્રીપલ સવારી કરી આહવા તરફ આવી રહ્યા હતા.તે વેળાએ આહવા-વઘઇ ધોરીમાર્ગનાં નડગખાદી હનવતચોંડ ફાટક પાસેનાં ઉતરાણવાળા માર્ગમાં આ મોટરસાયકલ સવારો માર્ગની સાઈડની સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈ નીચે પડી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ પર સવાર ત્રણેય ઈસમોને ગંભીર ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.અહી બે ઈસમોમાં ફુલસિંગભાઈ મનસુખભાઈ ગાયલી(પવાર)ઉ.50 રે.બરડીપાડા તા.સુબિર ડાંગ તથા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ ઉ.43 રે.સોનગઢ જી.તાપીનાઓને માથાનાં અને પેટનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાલક નામે કૌશિકભાઈ જમાભાઈ ગામીતને પણ ઈજાઓ પોહચતા તેને સારવાર હેઠળ રખાયા છે.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી.ચૌધરીએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!