GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ડેરોલગામ આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ ને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી.

 

તારીખ ૩૦/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલગામ માં આવેલી આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં સામાન્ય અને વિજ્ઞાન બંને પ્રવાહ ચાલે છે. કાલોલ,ડેસર અને સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે છે અને સાથે સાથે વ્યસન મુક્તિ,ભારતીય સંસ્કૃતિ, પ્લાસ્ટિક ફ્રી, સ્વછતા, વૃક્ષા રોપણ, શિસ્ત , વ્યક્તિત્વ વિકાસ જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને કેળવાય છે. વિવિઘ એનજીઓ પણ શાળા સાથે સંકળાયેલા છે. હાલ માજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની યોજના અનુસાર વિવિધ પ્રકારના સર્વે કર્યા બાદ આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ ડેરોલગામ ને જીલ્લાની શ્રેષ્ઠ શાળા શાળા તરીકે પસંદ કરી રૂપિયા એક લાખ નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી છે. શાળા ના આચાર્યશ્રી અતુલભાઈ પટેલ ખૂબ હર્ષ સાથે જણાવેછે કે આ સિદ્ધિ શાળાના તમામ કર્મનિષ્ઠ સ્ટાફ, શાળા મંડળ, વાલીઓ અને ડેરોલગામના નાગરીકો ના સંપૂર્ણ સાથ,સહકાર અને હૂફ ના કારણે મળી છે સાથે તમામનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!