કાલોલ:વીજ ચોરીની ચેકીંગ કરવા માટે ગયેલ વેજલપુર MGVCL ની ટીમ ઉપર જીવલેણ હુમલો.
તારીખ ૨૩/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામમાં પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના વેજલપુર એમજીવીસીએલ સબ ડીવીઝનની કર્મચારીઓ વીજ ચોરીની ચેકીંગ કરવા માટે પરથમપુર ગામે ગયા હતા ત્યારે વીજ ચોરી ચેકીંગ કરી રહેલા વેજલપુર એમજીવીસીએલ સબ ડીવીઝનના કર્મચારીઓ ઉપર બેટ વડે હુમલો કરવામાં આવતા એમજીવીસીએલ ના કર્મચારીઓ માં નાસભાગ મચી હતી ત્યારે એમજીવીસીએલ ના કર્મચારીઓ એક મકાનમાં વીજ મીટર નોહતું અને ત્યાં વીજ વાયર ગેરકાયદેસર ડાયરેક્ટ લંગર માળીને વીજ ચોરી કરી રહ્યા હતા જેથી વેજલપુર એમજીવીસીએલ સબ ડીવીઝનના કર્મચારીઓ વીજ ચેકીંગ કરી રહ્યા ત્યાંરે ત્યાં ઉભેલ એક ઇસમે વીજ ચોરીની ચેકીંગ કરી રહેલા કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા અને કર્મચારીઓ સાથે ભાઈગીરી ઉપર ઉતરી આવ્યો હતો અને બોલાચાલી કરવા લાગેલ અને કહેવા લાગેલ કે આ વીજ વાયર હું ગમે ત્યાંથી લાવ્યો હોય તમારે શુ ? તેમ કહીને દાદાગીરી કરવા લાગેલ અને ત્યાં અન્ય બીજા પણ ઈસમો ભેગા થઈ ગયા હતા અને આખરે ભેગા થયેલા ઈસમોએ પંચમહાલ જિલ્લાના વેજલપુર એમજીવીસીએલ ના સ્ટાફ ઉપર બેટ વડે જીવલેણ હુમલો કરતા એમજીવીસીએલના કર્મચારીઓમાં નાસ ભાગ મચી હતી અને ત્યાંથી ભાગીને પોતાના જીવ બચાવ્યા હતા ત્યારે આ હુમલામાં એમજીવીસીએલ ના બે કર્મચારીઓને હાથમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા હતા અને પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના વેજલપુર એમજીવીસીએલ સબ ડીવીઝન કર્મચારીઓએ આ પરથમપુર ગામે થયેલ જીવલેણ હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે આ લુખ્ખી દાદાગીરી અને ભાઈગીરી બતાવી સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો ઉપર હવે ક્યાં પ્રકારની કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું.