BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવાનનું મોત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં આવેલા સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો ગઈકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુકલતીર્થ ગામે નર્મદા કિનારે નાહવા માટે ગયો હતો તેના મિત્રોએ સ્નાન કર્યા બાદ જતા રહ્યા હતા મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો જો કે ત્યાર બાદ તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો.