GUJARAT

સરકારી શાળાઓમાં શિક્ષકો ની ઘટ પુરી કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ની માંગ.

સરકારી શાળાઓમાં શિક્ષકો ની ઘટ પુરી કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ની માંગ.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 25/06/2024- ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો ની ઘટ પુરી કરવા મુખ્યમંત્રી ને પત્ર લખી ને માંગ કરવામાં આવી છે ચેતર ભાઈ એ જણાવ્યુ કે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારાદર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા.૨૬-૨૭-૨૮ જુન ના રોજ રાજ્યની સરકારી શાળાઓમાં, શાળાપ્રવેશોત્સવ ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. જેમાં આપના મંત્રી મંડળ સહીતના તમામપદાધિકારીઓ અને અધિકારીઓ જોડાય એ સારો અભિગમ છે. પરંતુ આવા કાર્યક્રમો અનેઉત્સવોની આડમાં સરકાર અને અધિકારીઓ વરવી વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરતા હોયએવું અમને લાગી રહ્યું છે. આપની સંવેદનશીલ સરકાર અને રોલ મોડેલ ગુજરાતમાં,

૧૯૫૭ સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. ૧૩૬૩ શાળાઓ તો માત્ર આદિવાસીગ્રામ્ય વિસ્તારો ની જ છે, જ્યાં ગરીબ અને માધ્યમ વર્ગ ના આદિવાસી બાળકો અભ્યાસકરતા હોય છે. આ બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. એક શિક્ષક ધોરણ ૧થી ૫ ના બાળકોને કઈ રીતે ભણાવશે ? વહીવટી કાર્ય કોણ કરશે ? કોઈ તાલુકા-જિલ્લાકક્ષાની મિટિંગ કે કાર્યક્રમો હશે તો બાળકોનું શું થશે ?

ગુજરાતમાં ૨૫૭૪ સરકારી શાળાઓમાં ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. એક હજારથી વધુસરકારી શાળાઓના ઓરડાઓ ન હોવાથી બાળકો ખુલ્લામાં, ઝાડ નીચે કે ભાડાના ઘરેભણવા મજબુર છે. વરસાદ આવે તો રજા આપી દેવું પડે છે. શાળાઓમાં ૧ થી ૫ ધોરણમાટે એકજ વર્ગખંડ ની વ્યવસ્થા છે. ગુજરાતમાં ૪૩૩૫ સ્માર્ટ ક્લારૂમ બનાવવામાં આવ્યાતે પણ કાર્યરત નથી. ઘણી શાળાઓમાં ઈન્ટરનેટ કે વીજળી વ્યવસ્થા નથી.વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હજારો કરોડ નો ખર્ચો કરવામાં આવે છે. છતા ડ્રોપ આઉટ રેડ ઘણોઉંચો છે. રમશે ગુજરાત ની વાતો થાય છે. પણ ૧૬% શાળાઓમાં રમત-ગમત ના મેદાનનથી. પી.ટી. ના શિક્ષકો નથી.ગુજરાત રાજ્યમાં શિક્ષણ નું બજેટ ૪૫ હજાર કરોડ થી પણ વધુ હોવા છતા, ૭૬ હજારશિક્ષકોની ઘટ છે. શું આવી રીતે ભણશે ગુજરાત ? વાત વિશ્વ ગુરુ બનવાની થાય છે. અહિંશાળાઓમાં ગુરુ જ નથી, ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકો ની ભરતી કરવામાં આવતીનથી. પોલીસ દ્રારા બળ પ્રયોગ કરવામાં. આવી રહ્યો છે. નજીક ફરજીયાત અને મફત શિક્ષણઆપવાની જવાબદારી સરકારની છે. જે નિભાવવામાં સરકાર નિષ્ફળ નિવડેલ છે. જેથી બાળકોનેશાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ પહેલા શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button