DAHODGUJARATLIMKHEDA

લીમખેડામાં દબાણ હટાવવા તંત્ર એક્શન મોડમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ

તા.૦૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડામાં દબાણ હટાવવા તંત્ર એક્શન મોડમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે ટ્રાફિકની જટિલ સમસ્યાને હળવી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લીમખેડામાં મુખ્ય માર્ગોને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ગુરૂવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે ડીમાર્કેશન (માપણી અને સીમાંકન) કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.અધિકારીઓનો કાફલો મેદાનમાં, આ માર્ગો પર માપણી શરૂલીમખેડાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો પોલીસ પ્રોટેક્શન સાથે સ્થળ પર ઉતરી પડ્યો હતો. તંત્ર દ્વારા હાલમાં દાહોદ-ગોધરા રોડ અને ઝાલોદ રોડ પર સઘન ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી કયા વિસ્તારોમાં કેટલું દબાણ છે તે ચોક્કસ નક્કી કરી શકાય.દબાણદારોને અપાશે નોટિસ: સોમવારથી ચાલશે બુલડોઝરવહીવટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડીમાર્કેશન પૂર્ણ થયા બાદ તમામ દબાણદારોને પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા માટે તંત્ર દ્વારા આખરી નોટિસ આપવામાં આવશે. જો નોટિસ બાદ પણ દબાણદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં નહીં આવે, તો આગામી સોમવાર, 7 સપ્ટેમ્બરથી તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરીને દબાણો તોડી પાડવાનું મેગા ઓપરેશન શરૂ કરાશે.લારી-ગલ્લા અને પતરાના શેડ પર વળશે તંત્રની ગાજઆ આગામી ડિમોલિશન ડ્રાઇવ અંતર્ગત રોડ રસ્તા નડતરરૂપ તમામ પ્રકારના નાના-મોટા દબાણો સાફ કરવામાં આવશે. જેમાં મુખ્ય માર્ગો પર ઊભા રહેતા લારી-ગલ્લા, પાકા ઓટલા તેમજ દુકાનોની બહાર તાણી બંધાયેલા પતરાના શેડ સહિતના તમામ ગેરકાયદેસર દબાણો સામે બુલડોઝર એક્શન લેવામાં આવશે.તંત્રના આ આકરા વલણને પગલે સ્થાનિક દબાણદારો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે ટ્રાફિકની સમસ્યાથી તોબા પોકારી ગયેલા સામાન્ય નાગરિકોએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે.

Back to top button
error: Content is protected !!