DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળીયા ખાતે ઓફિસરનો તાલીમવર્ગ યોજાયો

ખંભાળીયા ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે પોલીંગ ઓફીસર, પ્રિસાઈડીંગ ઓફિસર અને  આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરનો તાલીમવર્ગ યોજાયો

***

તાલીમ વર્ગોની મુલાકાત લઇ પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી માર્ગદર્શીત કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યા

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૨-જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા મતદાર વિભાગ તથા ૮૨ દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

       આજરોજ ૧૨- જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પ્રિસાઈડીંગ ઓફિસરશ્રી, પોલીંગ ઓફીસરશ્રી, અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા.

        આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા, જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાએ તાલીમ વર્ગોની મુલાકાત લઇ પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબધ્ધતા દર્શાવી હતી.

        તાલીમ વર્ગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.ડી.પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કે.કે.કરમટા, મામલતદારશ્રી વી.કે.વરૂ અને એ.પી.ચાવડા સહિતના અધિકારીશ્રીઓએ મુલાકાત કરી તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!