GUJARATJUNAGADHMALIYA HATINA

માળિયાહાટીના તાલુકાના ખેરા  ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

સાસંદ અને ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને સહાય – કીટ વિતરણ કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખેરા ગામે  સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ  અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો-સહાય વિતરણ કરાયા હતા. ઉજ્જવલા યોજના, અન્ન સુરક્ષા, સોઇલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત વર્ણવી હતી. તેમજ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જુદા-જુદા કચેરીઓ યોજનાઓની જાણકારી આપવા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત હેલ્થ કેમ્પમાં ગ્રામજનોએ ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે અધિકારીઓ, ગામ આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!