અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ધનસુરા પોલિસ ઉંગતી રહી અને વાહનોમાં ઈંગ્લીશ દારૂ લાવી કટિંગ કરતા સમયે જ SMCની ટીમ ત્રાટકી, 2 આરોપી ઝડપાયા, 7 આરોપીઓ વોન્ટેડ
અરવલ્લી પોલીસના નાક નીચે SMC ની દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતા ફળી એકવાર અરવલ્લી પોલીસ પર સવાલો ઉભા થયાં છે જેમાં ધનસુરાના ખેડા ગામની સીમમાં થી SMC ટિમ ત્રાટકી હતી અને 2.87 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો.SMC એ 16.24 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને દબોચ્યા હતા વાહનોમાં ઈંગ્લીશ દારૂ લાવી કટિંગ કરતા સમયે જ SMC ની ટીમ ત્રાટકી હતી જેને લઇ ધનસુરા પોલિસ સામે અનેક સવાલો ઉભો થયાં છે હાલ SMC ટિમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઇ અરવલ્લી જિલ્લામાં દારૂ ની લાઈનો ચાલતી હોવાના ચોક્કસ પુરાવા સામે આવ્યા હોય તેવું લાગી રહયું છે હાલ સવાલ ઉભો છે ધનસુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ કે રહેમ નજર હેઠળ ચાલતો હતો વેપલો..?
SMC રેડ દરમિયાન પ્રોહી એક્ટનો ગુન્હો નોંધી કલમ : 65(A)(E), 81, 83, 116(2),98(2) અને BNS: એક્ટ 111(3)(4) હેઠળ ગુન્હો નોંધાયો છે SMC ટીમે ખેડા ગામની સિમ વિસ્તારમા, ધનસુરા બાયડ રોડ, આરોપી ધર્મેન્દ્ર ધમો મોહન ભાઈ સલાટના ઘર પાછળ ધનસુરા ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રેડ કરી હતી મુદામાલ માં IMFL બોટલ્સ 2027 કિંમત રૂ. 2,87900/- મોબાઈલ-03 30,000/- ની કિંમત અને 02 વાહનો જેની 13,00,000/- કિંમત સહીત રોકડ રકમ રૂ. 6,700/- સાથે કુલ મુદ્દામાલ રૂ 16,24,600/-જપ્ત કરી બે આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા
*આરોપીઓ*
(1) પૃરથ્વીરાજસિંહ @ રાજા બાપુ ક્રિપાલસિંહ ચૌહાણ, ઉંમર-24, રહે 43 વિષ્ણુ કોલોની ડાયાભાઈ મુખી ની ચાવલી, ધનુષધારી મંદિર સૈજપુર બોઘા, નરોડા રોડ અમદાવાદ સિટી, (અંગ્રેજી દારુ લાવી કટીંગ કરનાર મેં અરોપી)
(2) સિકંદર ગુલાબભાઈ મીર ઉંમર-28, રહે: ધાનેરા, બનાસકાંઠા. (કેટીંગ વાડી જાગ્યા થી અંગ્રેજી દારુ વેગનાર કાર માં ભરી લઈ જાનાર ડ્રાઈવર)
*વોન્ટેડ આરોપીઓ :07*
(1) ધર્મેન્દ્ર @ ધમો મોહનભાઈ સલાટ,રહે, ખેડા ગામ સિમ વિસ્તાર, ધનસુરા બાયડ રોડ, ધનસુરા જિલ્લો:અરવલ્લી
(2) સંજય રાઠોડ રેસી: મીની કાકરીયા સમાન નરોડા અમદાવાદ (કિયા ગાડી નો ડિવર)
(3) ચંદુ ફોઈજી,મામા રેસી,સરથાણા,ડુંગરપુર, રાજસ્થાન(રાજસ્થાન સરથાણા દારૂ ના થેકા પર થી ગાડી ભરી આપનાર આરોપી)
(4) સંજય ઈન્દ્રેકર @ બલ્લા,સુભાસ નાગર કોલોની, સરદાર નાગર,અમદાવાદ(અંગ્રેજી દારૂ ભરેલી કિયા ગાડી અમદાવાદ ખાતે મંગાવનાર આરોપી)
(5) ધરમસિંહ મકવાણા @ કાલુ, રેસી, સુતાર ના કારખાના, નરોડા અમદાવાદ.
(6) કિયા શેલ્ટોસ કાર નં. GJ01WR6346 નો માલિક
(7) મારુતિ સુઝુકી વેગેનર કાર GJ01WK8198 નંબર માલિકl