વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૭ જાન્યુઆરી : સોલર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ.
નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં PGVCL નાં સૌજન્યથી તેમજ સારસ્વતમ ટ્રસ્ટનાં સંકલનથી નિરોણા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હુંફ અનુભવી શકે તે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર, બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી. સૌ પ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનુ સ્વાગત હાઇસ્કૂલના SPC ના કેરેટ્સ દ્વારા ડ્રમ સેટ વગાડી અને દિકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામા આવેલ હતુ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત એસ.એસ.પી.એ. હાઈસ્કૂલના આચાર્યશ્રી ડો. વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PGVCL માંથી પધારેલ અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ, કાર્યપાલક ઇજનેર શ્રી કાપડિયા સાહેબ, ડેપ્યુટી ઇજનેર શ્રી સુવેરા સાહેબ , શ્રીમતી રીટાબહેન, સારસ્વતમ ટ્રસ્ટના માનદમંત્રીશ્રી ડો. વિજય કુમાર, વહીવટી અધિકારીશ્રી મુલેશભાઈ તેમજ સરપંચશ્રી નરોત્તમભાઈનું પુષ્પગુચ્છ, સાલ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. સારસ્વતમ ટ્રસ્ટનાં વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન બાદ PGVCL દ્વારા આયોજિત ‘સલામતી અંતર્ગત’ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોતમભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. PGVCL નાં અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ દ્વારા સોલર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દાતા પરિવાર દ્વારા નિરોણા પ્રાથમિક કુમાર અને કન્યાશાળાના બાળકોને સ્વેટર, બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિરોણા ક્લસ્ટરની બાકીની છ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર , બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.