જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ -૩ કર્મચારી મંડળ બનાસકાંઠા. ના સંયુક્ત ઉપક્રમે
શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫
20 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થળ- એન્જલસ સ્કુલ, ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ ની શરૂઆત પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કિર્તિ સિંહ જી વાઘેલા , સંયુક્ત નિયામકશ્રી કમિશનર શ્રી શાળાઓ ની કચેરી ગાંધીનગર ડૉ એમ જી વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ હિતેશ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નૈનેશ દવે, સરકારી શિક્ષક સંઘ રાજ્ય પ્રમુખ ડૉ એસ ડી જોષી, મહામંત્રી શ્રી પરેશભાઈ ચૌધરી , મહામંત્રી ડી આર ચૌધરી ,ગ્રાન્ટેડ આચાર્ય સંઘ મહામંત્રી શ્રી ભરત ભાઈ ચૌધરી, એંજલ ટ્રસ્ટી શ્રી સતીશ ભાઈ વોરા, શિક્ષણ સેવા વર્ગ 2 અધિકારી શ્રી, ઇ આઇ ગીતાબેન ચૌધરી, એ.ઇ. આઇ કાર્યક્રમ સહયોગી, અને બનાસકાંઠા વિવિધ સંઘ પ્રમુખશ્રી, મંત્રી શ્રી , ૪૫૦ જેટલા સરકારી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કીર્તિ સિંહજી વાઘેલા દ્વારા આજના સમય માં સરકારી શાળા ઓ ની કામગીરી ને બિરદાવી હતી. સ.નિયામક શ્રી વ્યાસ સાહેબ દ્વારા૧૦૦ પરિણામ લાવનાર શાળા ઓ અને શિક્ષકો ને સન્માનિત કર્યા હતા.આગામી બે મહિનામાં તમામ શિક્ષક ભરતી સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જિલ્લાશિક્ષણાધિકારી શ્રી ડૉહિતેશ પટેલ દ્વારા શિક્ષણ ને કઈ રીતે ડિજિટલ બનાવી વિવિધ માધ્યમો દ્વારા ડેટા યુક્ત માહિતી નું મહત્વ પર ભાર મૂક્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નૈનેશ દવે દ્વારા સંગઠન ની રચનાત્મક ભૂમિકા અને વહીવટી જ્ઞાન થી શિક્ષકો ને માહિતગાર કરવામાં આવ્યા,સંઘ દ્વારા આમંત્રિત મહેમાનો , શિક્ષકો ને કેલેન્ડર, ઉપયોગી શૈક્ષિણક માહિતી કીટ, મોમેન્તો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખુબજ રચનાત્મક કાર્ય સભર રહો
સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા ટીમ દ્વારા અથાક મહેનત થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સંઘ કારોબારી સભ્યો ,
સરકારી શિક્ષક સંઘ, બનાસકાંઠા