GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી ખેલ મહાકુંભ ૩.૦માં DLSS હોકી ટીમે ઝાલાવાડનું ગૌરવ વધાર્યું.

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી સ્પર્ધા (અંડર-૧૪) ભાઈઓમાં લીંબડી ડી.એલ.એસ.એસ ટીમને સિલ્વર જયારે હોકી સ્પર્ધા (અંડર-૧૭)માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત

તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી સ્પર્ધા (અંડર-૧૪) ભાઈઓમાં લીંબડી ડી.એલ.એસ.એસ ટીમને સિલ્વર જયારે હોકી સ્પર્ધા (અંડર-૧૭)માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી ભાઈઓ (અંડર-૧૪) સ્પર્ધા તા. ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી જે.બી.શાહ સ્કુલ મોડાસા ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાત રાજયના ચાર ઝોનમાં પ્રથમ અને દ્વિતીય આવેલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં મોડાસા અને લીંબડી ડી.એલ.એસ.એસ શાળા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી આ મેચમાં બંને ટીમ ૩-૩ ગોલ કર્યા હતાં આથી મેચ ડ્રો થવાથી પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ્ડન ગોલ કરી મોડાસાની ટીમ ૧-૦ થી વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે લીંબડીની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો મોડાસા ખાતે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી ભાઈઓ (અન્ડર-૧૭) સ્પર્ધામાં લીંબડી ડી.એલ.એસ.એસ. શાળાએ બ્રોન્ઝ (તૃતીય સ્થાન) મેડલ પ્રાપ્ત કર્યો હતો આમ ખેલ મહાકુંભ ૩.૦માં લીંબડી ડી.એલ.એસ.એસ. ટીમનું હોકી રમતમાં ખુબજ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું આ ખેલાડીઓને દિગ્વિજયસિંહ ગોહિલ અને સુમિત તિવારી દ્વારા પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે આમ લીંબડી ડી.એલ.એસ.એસ હોકી ટીમે સમગ્ર રાજ્યમાં ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!