કાલોલ જુના સરકારી દવાખાના સામેના ઝાડીઓની લપેટમાં વાયર હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન.
તારીખ ૧૮/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પી મોન્સૂન કામગીરી બાદ અવારનવાર મેન્ટેનન્સના નામે વિજ પુરવઠો કલાકો બંધ રખાય છે છતાં યોગ્ય કામગીરી ન થતા અવારનવાર વિજ પુરવઠો બંધ થતો હોય તે માટે યોગ્ય કામગીરી કરાય તે જરૂરી છે કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરોઅર્બન હેલ્થ ઓફિસની સામેના ઝાડીઓની લપેટમાં જોવા મળે છે અને ટ્રાન્સફોર્મર આજુબાજુ સેફટી જાડી પણ લગાવેલી નથી જે ખુલ્લી હોય જોખમી હાલતમાં નજરે પડે છે.ત્યારે ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા વારંવાર લગરીયુ ટુટી જતા સ્થાનિક રહીશોના ઘરના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણો જેવા કે ફ્રિઝ,ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો ખોટકાઈ જાય છે સાથે સાથે સેફટી જાડી ન હોવાથી રખડતા જાનવરો માટે પણ જોખમી હોય વીજળી કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ગંભીતાથી લઈ યોગ્ય પગલા લે તે લોકહિતમાં છે.