અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રેલ્લાવાડા ખાતે રાત્રી દરમિયાન કારમાં અચાનક લાગી આગ, મોટી દુર્ઘટના ટળી :સંપૂર્ણ કાર બળી ને ખાખ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે મોડાસા રોડ પર આવેલ જલારામ પ્રેટોલ પંપ ની સામે આવેલ કોમ્પલેક માં જગદંબા ઓટોગેરેજ ખાતે કાર ચાલકે પોતાની કાર બંધ થઈ જતા ત્યાં મૂકી હતી અને કાર ચાલક પોતાના ઘરે પરત ફર્યો હતો રેલ્લાવાડા જે જગ્યાએ કાર મૂકી હતી ત્યાં રાત્રીના સમયે કાર અચાનક સળગી ઉઠી હતી. કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાસ્થળે કાર સંપૂર્ણપણે આગની જપેટ માં આવી જતા ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે ઘટના સમયે કાર ખાલી હતી,જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.મળતી માહિતી મુજબ કાર ઓટો ગેરેજ પાસે પાર્ક કરવામાં આવી હતી.કારમાં આગ લાગતા કાર પર કાબુ મેળવતા પહેલા કાર સંપૂર્ણપણે બળી ચૂકી હતી. જેને લઇ કાર ચાલકે ઘટના અંગે જાણ થતા ઇસરી પોલીસ ને જાણ કરી હતી ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને કાર અંગે કાર ચાલકે પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે