BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ના જૈન શ્રેષ્ઠી દ્વારા એજ્યુકેશન કિટ્સ વિતરણ કરવામાં આવી
24 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના વતની જૈન શ્રેષ્ઠી રસીલાબેન મહેન્દ્રભાઈ મોદી પરિવાર વડગામ,સુરત, મુંબઈ દ્વારા નવિન શૈક્ષણિક સત્ર માટે માદરે વતન વડગામ ના જરૂરીયાત વાળા લાભાર્થીઓ
તથા બનાસ એન.પી.પ્લસ સંસ્થા દ્વારા નાંધાયેલા વડગામ તા. અંદાજે 50 એઇડ્ઝ ગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કિટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિવારે બ્લોક હેલ્થ કચેરી વડગામ ખાતે વિપુલ ભાઈ મોદી અને સોનલબેન મોદી ની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ બાળકોને એજ્યુકેશન કિટ્સ વિતરણ કરવામાં આવી હતી. બનાસ એન.પી.પ્લસ સંસ્થા બનાસકાંઠા જિ.કો.ઓડીનેટર મફાજી ઠાકોર, તાલુકા ફિલ્ડ વકૅર અરૂણાબેન નાયી, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વડગામ પ્રમુખ પુષ્કર ગોસ્વામી તથા જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.