GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન સામે ઉભા રહેલા આઇશર ટ્રેમ્પોમા અચાનક આગ લાગતાં અફડાતફડી મચી

 

તારીખ ૦૧/૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન સામેના છેડે આજરોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક ઉભા રહેલ જીજે-૦૧-એફ.ટી-૯૦૪૮ નંબરના આઇશર ટ્રેમ્પોમા અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જ્યાં આઇશર ટ્રેમ્પા ના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને પોતાનો જીવ બચાવ્યો આ ઘટનાને કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જ્યાં ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ, કાલોલ પોલીસ સ્ટેશન સામેના મેદાનમાં ઉભા રહેલ આઇશર ટ્રેમ્પાના કેબીનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો જ્યાં થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આઇશર કેબીન નો ભાગ ધૂ-ધૂ કરીને સળગવા લાગ્યો હતો. ડ્રાઈવરે તરત જ આઇશરના કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો,જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી જ્યાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે. કાલોલ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ તેઓ તુરંત સ્થળ પર પહોંચે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા આજુબાજુથી પાણી લાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Back to top button
error: Content is protected !!