કાલોલમાં પાણીની સમસ્યાનો અંત: ટાંકીના ઢાંકણાની કામગીરી પૂર્ણ, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે પાણીનો પુરવઠો પુનઃ શરૂ

તારીખ ૦૩/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ‘દીવાનની વાડી ટાંકી’ના ઢાંકણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેને ફરીથી કાર્યાન્વિત કરવાનો એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ બુધવારે યોજાઈ ગયો.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બુધવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે દીવાનની વાડી ટાંકીના ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર ભગવાન શંકરની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે માં ગંગાજીના પવિત્ર જળથી વિશેષ અભિષેક પણ યોજાયો હતો, જેમાં નગરજનો અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા.આ ધાર્મિક અને લોકઉપયોગી કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમૂખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, દંડક ધર્મિષ્ઠાબેન કાછિયા, પક્ષના નેતા હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ સાથે પાણી પુરવઠા ચેરમેન ગોપાલભાઈ પંચાલ તેમજ કાઉન્સિલર યુવરાજ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ટાંકીનું સમારકામ પૂર્ણ થતાં અને પૂજા-અર્ચના સાથે તેને પુનઃ કાર્યરત કરાતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.







