
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૨ જૂન : બિદડા ખાતે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભરતા અને વ્યવસાયિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી એનર્જાઈઝર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને પોતાના વ્યવસાયને વધુ અસરકારક રીતે આગળ વધારવા, નવા વ્યવસાયિક અવસરોનો લાભ લેવા તેમજ સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, મહિલા ઉદ્યોગસાહસિકોને ઉદ્યમ આધાર (Udyam Registration) પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે ટાટા આરોહણ પ્રોજેક્ટના પ્રતિનિધિ શ્રી આનંદ નંદાણીયા, ઇડીઆઈના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી દેવાંગભાઈ સોમપુરા, શ્રી દીપક શેખાં તેમજ મોબિલાઇઝર શ્રી વિજયભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મહિલા ઉદ્યોગસાહસિકોને સતત શીખવા, નવી તકોનો સ્વીકાર કરવા અને આત્મવિશ્વાસ સાથે પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા પ્રેરણા આપી હતી.વર્કશોપમાં બહોળી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાનો વિકાસ થાય, સ્વરોજગારને પ્રોત્સાહન મળે અને આર્થિક સશક્તિકરણનો માર્ગ વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ MSDP- Accenture પ્રોજેક્ટના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.





