ચાંદીપુરા વાયરસના અગમચેતી નિવારણ માટે સુરેન્દ્રનગર મનપા દ્વારા વ્યાપક કામગીરી

તા.19/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેલેથીઓન અને ચુનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખી મચ્છરો/ રેતીના માખી/સેન્ડ ફ્લાયને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી છે મહાનગર પાલિકા દ્વારા કાચા મકાનો અને શ્રમ વિસ્તારોમાં મેલેથીઓન અને ચુનાના પાવડરનો છંટકાવ, મચ્છર ઉત્પત્તિ સ્થળોનું નિરીક્ષણ અને નિવારણ, જાગૃતિ અભિયાન દ્વારા નાગરિકોને મચ્છરો અને વાયરસ વિશે માહિતગાર કરવા, સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની મુખ્ય કામગીરી કરવામાં આવી રહી છે વધુમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નાગરિકોને ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવુ, મચ્છરદાની અને મચ્છર ભગાડવાના ઉપાયો અપનાવવા, બાળકોમાં તાવ, માથાનો દુખાવો, ઊલટી કે બેભાન જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અને સ્વચ્છતા જાળવી રાખવામાં મહાનગર પાલિકાને સહયોગ આપવા અપીલ કરે છે આ કામગીરી સતત ચાલુ રહેશે અને જરૂરિયાત મુજબ વધુ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.





