BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : શક્તિનાથ વિસ્તારની ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા, કોઈ જાનહાનિ નહીં…

‪‬

સમીર પટેલ, ભરૂચ

શક્તિનાથ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં ફાટી નીકળી આગ, અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી, બનાવના પગલે પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દોડી આવ્યા, પાલિકાના ફાયર ફાઇટરોએ સમાગ આગ ઉપર કાબૂ મેળવ્યો, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના વોર્ડ નં. 3માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો તેમજ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જ્યાં ફાયર ફાઇટરોએ 2 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ બનાવ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં 10 જેટલા ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા.

જોકે, ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય 8થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગની ઘટનામાં ઝૂપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતાં શ્રમજીવી પરિવારોના માથે દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

Back to top button
error: Content is protected !!