Upleta: ધમસાણિયા પરિવાર દ્રારા પરિવારના લાડલા કિશનની સ્મૃતિમાં સતત પાંચમાં વર્ષે રકતદાન શિબિરન આયોજન ૧૦૦ થી વધુ રકતદાતા રકતદાન કરશે
તા.૨૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: ઉપલેટા પંથકના જામટીંબડી ગામના મુળ વતની કડવા પાટીદાર સમાજના રાજકોટ નિવાસી શિક્ષણ સમિતિ સંચાલીત સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ શિક્ષક દંપતિ હસમુખભાઈ ધમસાણિયા અને ભારતીબેન ધમસાણિયા જેના બે બહેનોનો લાડલો એવો નાનો ભાઈ સમગ્ર પરિવારનો લાડકવાયો માત્ર ૨૧ વર્ષીય આશાસ્પદ, ઉત્સાહી, તરવરીયો પુત્ર ચિ. કિશનનુ પાંચ વર્ષ પહેલા ૨૮ મી મેના રોજ માત્ર બે દિવસની ટુંકી બિમારી બાદ દુ:ખદ અવસાન થતા ધમસાણિયા પરિવાર પર જાણે આભ ફાટયુ હોય,વીજળી પડી હોય તેવુ સંકટ.અને સમગ્ર પરિવાર ભાંગી પડેલ પરંતુ પોતાના પુત્રની સ્મૃતિમાં પ્રતિ વર્ષ પુણ્યતિથિ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરીને પોતાના લાડકવાયા પુત્રને શ્રધાંજલી અર્પે છે.
આગામી ૨૮ મે ૨૦૨૫ બુધવારના રોજ સ્વ કિશનની પાંચવી પૂણ્યતિથિ નિમિતે સતત પાંચમાં વર્ષે રેડક્રોસ બ્લક બેંકના સથવારે સવારના ૮ (આઠ) થી બપોરના ૧(એક) વાગ્યા સુધી યુનિવર્સીટી રોડ પર આવેલ રવિરત્ન પાર્ક મેઈન રોડ પર “શિન” મકાનમાં કુદરતે જેની સાથે અન્યાય કરેલ છે. અને રક્ત જેનો ખોરાક છે લોહીના વારસાગત રોગ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન શિબિર યોજવામાં આવેલ છે. જેમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં આકરો અને અસહય તાપ વચ્ચે સ્વ. કિશનના મિત્રો,શુભેચ્છકો, અને સ્વજનો ધમસાણિયા પરિવારના સગા સબંધીઓ સૌ કોઈ સાથે મળી ૧૦૦ થી વધુ રકતદાતાઓ રક્તદાન કરીને ઉમદા નાગરીક ધર્મ બજાવશે. શહેરની સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબનો આયોજનમાં સાથે સહકાર મળેલ છે. રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
સમગ્ર આયોજનની સફળતા માટે હસુભાઈ ધમસાણિયા,ભારતીબેન ધમસાણિયા,નિરાલીબેન,અનોખીબેન, રોનક ધ્રાંગધરિયા, અનુપમભાઈ દોશી,આરદેસણા સાહેબ, માલવીયાભાઈ,સાવલીયાભાઈ, છગનભાઈ દેસાઈ સહિત સમગ્ર ધમસાણિયા પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમની વિશેષ માહિતિ માટે.૯૭૧૪૫૦૨૪૨૪ / ૯૮૭૯૬૪૨૭૧૪ /૯૪૨૮૨૩૩૭૯૬ પર સંપર્ક કરશો.