ફરિયાદીએ પેઢીના પ્રોપ્રરાઇટર હોવાનો કોઈ પુરાવો રજુ નહી કરતા 4લાખના ચેક રીટર્ન કેસમાં વડોદરા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ડેસર તાલુકાના છાલિયેર ગામના શ્રી જલા ટ્રેડર્સ ના નામે વેપાર કરતા રાજેશકુમાર હસમુખલાલ ઠક્કરે રાયપુરા પો. છાલીયેર ના કનુભાઈ વિહાભાઈ દેસાઈ ને કલ્પેશભાઈ નામના વ્યક્તિ કે જેઓ બન્ને ના મિત્ર થતા હોય મિત્રતા ના સંબધો હોય આરોપીને ભેંસો ખરીદવા માટે જુલાઈ 2022 માં પૈસાની જરૂર પડતા વધુમાં આરોપી 2022 ના દિવાળીમાં નિવૃત થનાર હોય દિવાળી પર ચૂકવવાના વાયડે રૂ 4 લાખ ઉછીના આપ્યા હતા. આરોપીએ રૂ 4 લાખનો ચેક તા ૧૧/૧૦/૨૩ ના રોજ નો એસબીઆઈ ડેસર બ્રાંચ નો આપ્યો હતો જે ચેક ફરિયાદીએ પોતાની ગુજરાત ગ્રામીણ બેંક છાણી શાખા મા જમા કરાવતા બેંકે “એક્સીડ એરેજમેન્ટ ” ના શેરા સાથે રિટર્ન થયો હતો જે બાદ નોટિસ આપ્યા બાદ વડોદરાના ૨૭ મા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી જે કેસમાં આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા. આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ ફરિયાદીની ઊલટ તપાસમાં મહત્વની હકીકત બહાર લાવી હતી કે ચેક શ્રી જલા ટ્રેડર્સ ના નામે છે ફરિયાદીના નામે નથી તેમજ ફરિયાદી રાજેશકુમાર હસમુખલાલ ઠક્કરે પોતે શ્રી જલા ટ્રેડર્સ ના પ્રોપ્રાઇટર હોવા અંગેનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. જેથી એપેક્ષ કોર્ટ ના વિવિધ ચુકાદા તેમજ ફરિયાદી નો ચેક હોલ્ડર્સ ઈન ડયુ કોર્સ હોવાનું માની શકાય નહી તેવું ઠરાવી વધુમાં આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ સુપ્રીમ કોર્ટના રજુ કરેલ મિલિન્દ શ્રીપાદ ચંદુરકર વી કલીમ એમ ખાન ના ચુકાદાને ધ્યાને લઈને વડોદરાના ૨૭ મા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એમ બી મહેતાએ ફરિયાદી પોતાનો કેસ નિઃશંકપણે સાબીત કરવામાં નિષ્ફળ ગયા હોય આરોપી કનુભાઈ વિહાભાઈ દેસાઈ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.








