કાલોલની મામલતદાર કચેરીમાં કર્મચારીઓ ઉપર એજન્ટો ની દાદાગીરી નિયમ વિરુદ્ધ કામ કરવા દબાણો.
તારીખ ૨૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં એજન્ટ પ્રથા બંધ કરી છે કાલોલ ની મામલતદાર કચેરીમાં તો જાહેર જનતાને જાણ થાય તેવી રીતે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે એજન્ટો એ પ્રવેશ કરવો નહી અને કોઈએ પણ એજન્ટ મારફતે કામ કરાવવું નહી તેમ છતાં ઘણા બધા લોકો પૈસા ખર્ચી ને એજન્ટો મારફતે પોતાના કામો કરાવી પોતાનો સમય બચાવતા હોય છે. હાલમાં નવા ઍડમિશનો ને કારણે જનસેવા કેન્દ્ર પર વિવિધ પ્રકારના દાખલા મેળવવા વિધાર્થીઓ અને વાલીઓ ની વિશેષ હાજરી હોય છે ત્યારે મામલતદાર કચેરીમાં લગભગ દરરોજ આવતા એજન્ટો પોતાનુ કમિશન મેળવવા યેનકેન પ્રકારે એટીવીટી ના કર્મચારીઓ સાથે દાદાગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પરપ્રાંતીય ઈસમોને કેટલાક દાખલા મળી શકતા નથી તેમ છતાં પણ આવા એજન્ટો રીતસરનુ દબાણ કરી કેમ નથી કરતા કરી આપો તેવુ દબાણ કરી ખોટા કામ ની રજૂઆત કરતા જોવા મળે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા એજન્ટો ની ઓળખ જાહેર કરી પોલીસ વિભાગને તેઓના નામ સોંપી દેવામાં આવે તોજ આવી પ્રવૃતિ બંધ થાય તેમ છે.