લાડ જ્ઞાતિ સમસ્ત અને એનએમજી હોસ્પિટલ દ્વારા ભવ્ય આરોગ્ય કેમ્પ:નિષ્ણાત ડોક્ટરોની સેવા સાથે 185 દર્દીઓના મફત ચેકઅપ અને ટેસ્ટ.

તારીખ ૧૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
“જન સેવા એજ પ્રભુ સેવા” ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે કાલોલ ખાતે એક ભવ્ય અને સફળ નિઃશુલ્ક તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત તથા શેઠશ્રી નવિનચંદ્ર મફતલાલ મેડીકલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લાલ દરવાજા પાસે આવેલી એન.એમ.જી. હોસ્પિટલ ખાતે આ “ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ” યોજાયો હતો. આ કેમ્પમાં આસપાસના વિસ્તારના કુલ ૧૮૫ દર્દીઓએ ઉપસ્થિત રહીને નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ગુજરાતના જાણીતા અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની માનદ સેવાઓ આપી હતી, જેમાં: ડૉ. રાજ સોની (બ્રેઈન સ્ટ્રોક અને વેરીકોઝ વેઈન સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ) ડૉ. સંજય મુખર્જી (જનરલ સર્જન, વડોદરા) ડૉ. પરેશકુમાર મજુમદાર (બાળ રોગ નિષ્ણાંત, વડોદરા) ડૉ. મલય ગાંધી (હાડકાના રોગના નિષ્ણાંત, વડોદરા) ડૉ. અંજલી ચાવડા (સ્ત્રી રોગના નિષ્ણાંત, કાલોલ) ડૉ. અભી દોશી (જનરલ ફિઝીશિયન,વડોદરા) ડૉ.મેહુલકુમાર રાઠવા (ફિઝીશિયન, કાલોલ) ડૉ.ભાવિકા મજુમદાર (દાંતના સર્જન, વડોદરા) ડૉ. જયદીપસિંહ મકવાણા (નાક-કાન-ગળાના નિષ્ણાંત, વડોદરા) ડૉ. આલોકકુમાર સિંહ અને ડૉ. દિશા શાહ (ફિઝીયોથેરાપીસ્ટ, કાલોલ) આ ઉપરાંત, આણંદના જાણીતા એમ.ડી. પીડિયાટ્રિક (બાળકોના ડોક્ટર) ડૉ. પરેશ મહેતાએ પણ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહીને બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી સેવાઓ આપી હતી. તેમજ ડૉ. યોગેશભાઈ પંડ્યા, ડૉ. પ્રકાશભાઈ ઠક્કર, ડૉ.કિરણભાઈ પરમાર, ડૉ.સુનીલભાઈ પરમાર અને ડૉ. દિનેશભાઈ પંડ્યા જેવા અન્ય ડોક્ટરોએ પણ સહયોગ આપ્યો હતો.કેમ્પ દરમિયાન માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્થળ પર જ એક્સ-રે (X-Ray) તેમજ વિવિધ લેબોરેટરી ટેસ્ટ જેવા કે સી.બી.સી. (CBC – લોહીની ટકાવારી), ડાયાબિટીસ (RBS) અને કોલેસ્ટ્રોલ રિપોર્ટ તદ્દન મફતમાં કરી આપવામાં આવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ શશીકાંતભાઈ પરીખ, ઉપપ્રમુખ પ્રત્રકાર વિરેન્દ્રભાઈ મહેતા,મંત્રી જીજ્ઞેશભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ ગાંધી, ખજાનચી પ્રકાશભાઈ મહેતા, લક્ષ્મી મહિલા મંડળ ના સદસ્યો,એનએમજી હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી તેમજ તમામ કારોબારી સભ્યો અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર વિસ્તારમાં આ સેવાકીય કાર્યની ખૂબ સરાહના થઈ રહી છે.







