GUJARATJUNAGADH

જૂનાગઢ સરકારી મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું

મને બે દિવસ બ્યુટીપાર્લરના કોર્સની સરસ રીતે તાલીમ મળી છે, જેનાથી હવે હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકું એમ છું : લાભાર્થી શ્રી હેતલબેન વાઝા

બહેનોમાં કારકિર્દી અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમને હુન્નરવાન બનાવવા માટે મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા જૂનાગઢ ખાતે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ભાગ લેનાર ઉમેદવાર બહેનોને વિવિધ વ્યાવસાયિક કૌશલ્યો અંગે તાલીમ આપવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર, ફેશન ડિઝાઇન, પાર્લર, સીવણ કામ અને ફિઝિયોથેરેપીની તાલીમનો સમાવેશ થાય છે. આ સાથે લાભાર્થીઓને અલ્પાહાર અને જરૂરી સાધનોવાળી કીટ પણ આપવામાં આવે છે. તેમજ ૨ દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને અનુભવનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.આ સમર કેમ્પમાં ભાગ લીધેલા જૂનાગઢ શહેરના જોષીપુરા વિસ્તારના વાઝા હેતલબેનનું કહેવું છે કે, જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ. નું બહુ સરસ કેમ્પસ છે. અત્રે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં સ્ટાફ મિત્રો વ્યક્તિગત રીતે લાભાર્થીઓમાં ધ્યાન આપે છે. મેં પાર્લર ટ્રેડમાં ૨ દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. જેમાં મને બહુ સરસ રીતે પાર્લરનું શીખવવામાં આવ્યું હતું. તેમજ અત્રેની સંસ્થામાં ૧ વર્ષના વિવિધ કોર્સ ચાલે છે. તેમાં પણ લાભાર્થીઓ એડમિશન લઈને પોતાનું કેરિયર બનાવી શકે છે.આ સમર કેમ્પ યુવાઓ માટે એક ઉત્તમ તક છે, કે જ્યાં તેઓ પોતાના ટેકનિકલ કૌશલ્ય વિકસાવી શકશે અને કારકિર્દી માટે તૈયાર થઈ શકે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે સરકારી મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા, જૂનાગઢ ખાતે રુબરુ સંપર્ક સાધી શકાય છે. ફોન નંબર ૦૨૮૫- ૨૬૨૧૩૮૫ છે. તેમ આચાર્યશ્રી, મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!