શેઠશ્રી ટી.પી.હાઇસ્કૂલ, માલણ માં ગાંધી જયંતી દિવસની ઉજવણી કરવામાં આવી
1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષ વ્યાસ
શ્રી માલણ કેળવણી મંડળ, માલણ સંચાલિત શેઠશ્રી ટી.પી.હાઇસ્કૂલ,માલણ વિદ્યાર્થીઓ ના N.S.S. યુનિટના સ્વયંસેવકો દ્વારા આજે ગાંધી જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને શાળામાં ગાંધીજી વિશે વકતવ્ય યોજવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓ ભાટિયા પાયલ, ઘાસુરા રીઝવાના, ચૌહાણ યશસ્વી અને મકવાણા દક્ષા તેમજ શાળાના શિક્ષકશ્રી આર.એસ.પાલરે સાહેબે ગાંધીજી વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિ ગાંધીજી ના આદર્શો અને તેમના પ્રેરક પ્રસંગો વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કર્યા હતા. “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત બાળકોને માહિતગાર કર્યા હતા તેમજ શાળા કેમ્પસમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સાફસફાઈ કરવામાં આવી હતી. સમગ્ર વિદ્યાર્થીઓને પોતાનું ઘર, શાળા તેમજ ગામને સ્વચ્છ રાખવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૧૨ની વિદ્યાર્થીની પાયલ ભાટિયાએ કર્યું હતું.આચાયૅ રાજુભાઈ પ્રજાપતિ એ સૌને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.