GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, ઘરમાંથી એક કરોડ રોકડા અને 400 ફાઈલો પણ જપ્ત

રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખસની પોલીસે ધરપકડ કરી છે. મહેન્દ્ર પટેલે 18 કરતા વધુ શાળાઓનો તોડ કર્યો છે. સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો. આ ઉપરાંત શાળમાં થતાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.

સુરતની શાળાના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડકેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. CID ક્રાઈમની પૂછપરછમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ પણ છે. રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ થતાં જ તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના અનેક લોકોની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે. મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘૂસતો હતો.

CID ક્રાઈમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ સિવાય સોનાના દાગીના પણ મળી આવ્યા છે. જેને પણ શાળાની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. ઉલ્લેખનીય છે કે 18 કરતા પણ વધુ શાળાઓનો તોડ કર્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતની 12 કરતા પણ વધારે શાળાઓને તોડ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર સાતમાં રહે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!