
તા.૨૨.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ જિલ્લાની ગરબાડા પોલીસ એક્શન મોડમાં ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર ત્રાટકી પોલીસ
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે સમગ્ર રાજ્યનું પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. ગુનેગારો અને બુટલેગરો પર કડક કાર્યવાહીના આદેશ છૂટ્યા છે, ત્યારે ગરબાડા પોલીસ પણ હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગરબાડામાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર પોલીસે રાત્રિના અંધારામાં અને વહેલી સવારે મોટા પાયે દરોડા પાડ્યા છે. દારૂના આ કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસે ‘મેગા ક્રેકડાઉન’ ઓપરેશન હાથ ધર્યું ગરબાડા પોલીસે સ્થાનિક બુટલેગરોના સામ્રાજ્યને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ગરબાડા ટેકરા, ગાંગરડી બજાર અને પાટાડુંગરી સહિતના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે ત્રાટકવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવતી એક-બે નહીં, પરંતુ પૂરી 5 ભઠ્ઠીઓ શોધી કાઢીને તેને સ્થળ પર જ તોડી પાડી નષ્ટ કરી દીધી હતી




