વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૪ નવેમ્બર : અદાણી ગ્રૂપ હવે અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી બિઝનેસનો વ્યાપ વધારશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપની યુએસમાં એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 15 હજાર નવી નોકરીઓનું સર્જન થશે.અદાણી જૂથ ભારતમાં ઊર્જા ક્ષેત્રે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જી જેવી ત્રણ લિસ્ટેડ એન્ટિટી ધરાવે છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં ભાગીદારી ઉત્તરોત્તર વધી રહી છે. તાજેતરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનો સારો મિત્ર ગણાવ્યો હતો. હવે અદાણી ગ્રુપે અમેરિકાના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરતા બંને દેશો વચ્ચેના વ્યાપારીક સબંધોવધુ મજબૂત અને વ્યાપક બનશે.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણેજણાવ્યુ હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બનીરહી છે.અદાણી ગ્રૂપ અમેરિકાની ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે.”
સપ્ટેમ્બરમાં વોશિંગ્ટન ડીસીમાં આયોજીત ભારત અને યુએસ સ્ટ્રેટેજિક ક્લીન એનર્જી પાર્ટનરશિપ (SCEP) મંત્રી સ્તરની બેઠકમાં,યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રાનહોમ અને યુનિયન પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ઊર્જા વેપારને ટેકો આપવામાં બંને દેશોની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ મુખ્ય ભૂમિકા ભજવી રહી હોવાનું જણાવ્યું હતું.બંને દેશોએ ભારતમાં નવા નેશનલ સેન્ટર ફોર હાઈડ્રોજન સેફ્ટી અંગે સહયોગ અને બીજી ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઈડ્રોજન’ પર ભાગીદારીને પણ આવકારી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ, અદાણી જૂથે દેશના મેટલ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ મેટલ ઈન્ડસ્ટ્રીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરી રહ્યું છે. જેમાં કોપર, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ખાણકામ, રિફાઇનિંગ અને ઉત્પાદન પર ફોકસ કરવામાં આવશે.અદાણી એન્ટરપ્રાઈઝ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં જેવા દેશોમાં કોમર્શિયલ ખાણો પણ ધરાવે છે.મંગળવારે ગૌતમ અદાણીએ EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય મુલાકાત યોજી હતી. જેમાં યુરોપિયન યુનિયનના રિન્યુએબલ ફ્યુઅલ્સ ઓફ નોન-બાયોલોજીકલ ઓરિજિન (RFNBO) ધોરણોનું પાલન કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના વિસ્તરણ માટે જૂથની વ્યૂહાત્મક યોજનાઓ રજૂ કરવામાં આવી હતી.આ પહેલ ગ્રીન એનર્જીમાં $70 બિલિયનના રોકાણનો એક ભાગ છે, જેમાં ભારતની સૌથી મોટી સૌર ઉર્જા સ્થાપનનો સમાવેશ થાય છે.