GIR SOMNATHSUTRAPADA

Sutrapada : ગરીબોને મળતું રાશનનું સસ્તું અનાજ બારોબાર વહેચી મારવાનું કૌભાંડ ઝડપાયું

  1. વાત્સલ્યમ સમાચાર

સુત્રાપાડા ગીર સોમનાથ

રિપોર્ટર:દાનસીહવાજા

 

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાંથી એકાદમાં અગાઉ સરકારે અનાજનો જથ્થો બારોબાર વહેંચી મારવાના કૌભાંડનો પરદાફાસ થયો હતો. જેમાં અત્યાર સુધીમા બે આરોપી ઝડપાઈ ગયેલ, ત્યારબાદ આગળ વધી રહેલ તપાસમાં વધુ બે આરોપીઓને ગઈકાલે પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં એક આરોપી ભાલપરા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનનો સંચાલક છે. જ્યારે બીજો આરોપી જેમાં જથ્થો ભરીને લઈ જવામાં આવેલ ટ્રેક્ટરનો ચાલક છે. આપણને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ પર સોંપેલ છે

એકાદમાં માસ અગાઉ વેરાવળના પ્રાંત અધિકારી કે. વી બાટીએ સુત્રાપાડા તાલુકાના ટીમ્બડી ગામે પિખોર રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના ઉપર દડો પાડી ગરીબોને આપવાનું સરકારી અનાજને સગેવગે કરી સુયોજિત રીતે બારોબાર વેચી મારવાના કૌભાંડનો પરદાફાંસ કરી ઘઉં, ચોખા, ચણા અને સોયાબીન નાં કુલ 693(53 કીલો) નાં બાચકાઓ મા રહેલ 34, 650 કિલો અનાજનો જથ્થો મળી આવતા સીઝ કર્યો હતો. આ મામલે સુત્રાપાડા મામલતદારએ ફરિયાદ નોંધાવતા પોલીસ થોડા દિવસો અગાઉ મુખ્ય આરોપી કારખાના નો સંચાલક મુકેશ લાખાભાઈ ઝાલા અને હરેશ ઉર્ફે હિતેશ ગીગાભાઈ બારડ ની ધરપકડ કરી હતી.

દરમિયાન તપાસ આગળ વધતા વધુ બે આરોપીઓની કૌભાંડમાં ધરપકડ કરી છે. જે અંગે માહિતી આપતા PSI નાનજી વાઘેલા એ જણાવ્યું હતું કે, તપાસમાં વેરાવળમાં આવેલ એફસીઆઇ ના ગોડાઉન માંથી ભાલપરા ગામમાં સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા સુરેશ ચાવડાની દુકાન ને જથ્થો ફાળવતા કોન્ટ્રાક્ટરના વાહનમાં ત્યાં અનાજ નો જથ્થો મૂકવાના બદલે દુકાનના સંચાલક અશ્વિન નર્સિંગ ચાવડાએ જથ્થો ગરીબોને આપવાને બદલે બારોબાર ભાગ્યલક્ષ્મી કારખાને મોકલી વહેંચી માર્યો હતો. જેથી સસ્તા અનાજની દુકાનના સંચાલક અશ્વિન ચાવડાની તથા જેમાં જથ્થો કારખાને પહોંચાડેલ તે ટ્રેક્ટરના ચાલક કાના ની ધરપકડ કરવામાં આવેલ છે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળેલ છે. જેમાં બંને પાસેથી વધુ વિગતો મેળવવા પૂછપરછ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, આ કૌભાંડમાં પરોક્ષ રીતે રાજકીય ઓથ ધરાવતા લોકો સંડોવાયેલા હોવાની જિલ્લાભરમાં જોરશોર થી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આવા વગદારોને બચાવવા માટે તપાસ આડાપાટે ચડાવવા ઉચ્ચ કક્ષાએથી પોલીસ ઉપર યેનકેન પ્રકારે દબાણ લાવવા અમુક વગદારો સક્રિય થયા છે. ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં કોઈ વગદાર વ્યક્તિ પકડાય છે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.

આ કૌભાંડ માં એફસીઆઇના સરકારી ગોડાઉનને થી સસ્તા અનાજ ની દુકાન સુધી સરકારી અનાજ નો જથો પોહચડનાર કોન્ટ્રાકટર ની ભૂમિકા અંગે પણ અનેકવિધ ચર્ચાઓ થઈ રહેલ છે. જિલ્લામાં આવેલ બીજી સસ્તા અનાજની દુકાનો ની જો વિધીસર તપાસ કરવામાં આવે તો આનાથી પણ મોટું કૌભાંડ નીકળે એવી શક્યતાઓ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!