GIR SOMNATHGIR SOMNATH

“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ગીર સોમનાથ જિલ્લામાં વિવિધતાસભર વિવિધ સ્થળોએ ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ૧લી ફેબ્રઆરીથી ૨૯મી ફેબ્રઆરી સુઘી “રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો- ઓડિનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા જણાવવામાં આવેલ કે આજે આપણી આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે. ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધી અત્ર, તત્ર, સર્વત્ર વિજ્ઞાન સમાયેલું છે. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી.રામને પ્રકાશના ફોટોન થિયરી આધારે “રામન ઈફેક્ટ”ની શોધ કરી હતી. જેમાં તેમને “નોબલ પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક દિવસ કોઈ ને કોઈ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ “વિકસીત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી’. તરીકે પસંદ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. જે અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન દિવસ ને કંઈક અનોખી રીતે ઉજવવામાં આવેલ. જેમાં ઓનલાઇન સાયન્સ ક્વિઝ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા , પોસ્ટર પ્રદર્શન, આકાશદર્શન, વિજ્ઞાનમેળા, સાયન્ટિફિક મોડેલ જેવા વિવિધ કાર્યક્રમો કરવામા આવેલા.જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે આજના દિવસને વિજ્ઞાનમય બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાયન્સ ટોયઝ મેકિંગ વર્કશોપ, સાયન્સ વિડિયો નિદર્શન, રોકેટરી વર્કશોપ, આકાશ દર્શન, સાયન્સ લેબ નિદર્શન, ચિત્ર સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં નિર્ણાયક તરીકે પી. એચ.મલ્લી, એમ. બી. વનરા હાજર રહ્યા હતા.આ તમામ કાર્યક્રમમાં જિલ્લાભરની જુદી જુદી શાળાઓમાંથી 2664 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જેમાં વેરાવળ તાલુકાની 8 શાળા, તાલાલા તાલુકાની 6 શાળા ,કોડીનાર તાલુકાની 6 શાળા, ઉના તાલુકાની 4 શાળા ,ગીર ગઢડા તાલુકાની 4 શાળા, સુત્રાપાડા તાલુકાની 6 શાળા એ ભાગ લીધેલ હતો ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તારીખ 01/2/2024 થી 29/2/2024સુધી ઓનલાઇન સાયન્સ ક્વિઝ પણ રાખવામાં આવેલ હતી જેમાં કુલ ૩૫૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીને વિશેષ બનાવવામાં વિજયભાઈ કોટડીયા (એકેડેમીક કો-ઓર્ડીનેટર) ધર્મેશભાઈ મકાણી (સાયન્સ કોમ્યુનીકેટર) , મલ્લી પ્રવીણભાઈ , હિતેશભાઈ સોલંકી , કકુભા રાઠોડ , સંદીપ ચાવડા , નીતિનભાઈ મોરી, ગોવિંદભાઈ ભુતીયા , નરસિંહભાઈ વાઢેર , જયંતિસિંહ ગોહિલ, સંજયભાઈ નાગેશ્રી તથા તજજ્ઞશ્રીઓ અને લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવેલ હતી. આ તમામ કાર્યક્રમો મા તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા.સ્વા. ભકિતપ્રકાશદાસજી એ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!