GIR SOMNATHGIR SOMNATH

સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઈક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન અપાયું.

સોમનાથ સાનિધ્યે પ્ર.પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારથી સ્થાનિકો રોષે ભરાયા છે અને છેલ્લા ત્રણ દિવસથી આંદોલન શરૂ કર્યું છે જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે.ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને આજે પ્ર.પાટણ ખાતેથી વેરાવળ પ્રાંત કચેરી સુધી બાઈક રેલી યોજી સોમનાથના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે.ઉપરાંત આગામી દિવસોમાં જ્યાં સુધી ટ્રષ્ટ સાથે બેઠક યોજી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તંત્ર દ્વારા જગ્યા યથાવત રાખવામાં આવે તો હાલ આંદોલન સ્થગિત રાખવાની પણ ધારાસભ્ય એ ખાતરી આપી હતી અન્યથા આગામી દિવસોમાં સોમનાથ સાનિધ્યે યોજાનાર ચિંતન શિબિરમાં પણ કાળા વાવટા ફરકાવવાની ચીમકી ઉચ્ચારી હતી આ તકે આસપાસના વિસ્તારના આગેવાનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આંદોલનને સમર્થન આપ્યું છે.અને સૌએ એક સૂરે એક જ માંગ કરી છે કે જે અમારી જમીન 30 વર્ષ પહેલાં ફાળવવામાં આવી છે તે યથાવત રાખવામાં આવે.જો આવું નહિ કરવામાં આવે તો અમારું આંદોલન હજુ પણ યથાવત જ રહેશે.ઉપરાંત સમાજને ન્યાય મળે તે માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના કોળી સમાજના લોકો પણ આમા જોડાયા હતા

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

YouTube player

Back to top button
error: Content is protected !!