BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓની બનાસ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મુલાકાત

17 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તા.16 ડિસેમ્બર 23 ના રોજ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓએ બનાસ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મુલાકાત લીધી. આ મુલાકાતનુ આયોજન વિદ્યાર્થીઓ સહકારી બેંકની કામગીરી તથા સહકારી ક્ષેત્ર વિશે માહિતી મેળવી શકે તે માટે કરવામાં આવ્યું હતું .બનાસ બેંકના AGM હાર્દિકભાઈ ઠક્કર અને ઓફિસર વિશાલભાઈ જોશી એ વિદ્યાર્થીઓને સહકારી માળખું શું છે?, અથૅતંત્રના વિકાસ માટે સહકારી માળખું શા માટે જરૂરી છે?, સહકારી બેંકો ના પ્રકાર કેટલા છે?, ખેડૂતોને આત્મનિર્ભર કરવા સહકારી બેન્કો નો ફાળો કેટલો છે? બનાસ બેંક નુ કુલ ધિરાણ અને ડિપોઝિટ કેટલી છે તે બાબતો વિશે વિસ્તૃત અને જ્ઞાનસભર માહિતી આપી. આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રિન્સિપાલ ડો. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રો. હેમલબેન પટેલ, ડૉ.દીપકભાઈ પટેલ અને પ્રો. જીતેન્દ્રભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!