GIR SOMNATHPATAN VERAVAL

જૂનાગઢ લોકસભા બેઠકનાં ઉમેદવારને બદલવા વડાપ્રધાનને પત્ર ડો. અતુલ ચગ આપઘાત કેસનાં આરોપી એવા ભાજપનાં ઉમેદવાર સામે વિરોધ

વેરાવળનાં જાણીતા તબીબ ડો. અતુલ ચગ આપઘાત કેસનાં આરોપી એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટેની જાણીતા

પરિષદના પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી સતીષભાઇ વિઠલાણી દ્વારા વડાપ્રધાનને પત્ર લખી જુનાગઢ-ગીર સોમનાથની લોકસભાની બેઠક ઉપર રાજેશ ચુડાસમાને બદલે અન્ય સેવાભાવી ઉમેદવારને ટીકીટ આપવાની લાગણી રજુ કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી- ૨૦૨૩માં વેરાવળના લોહાણા સમાજના સેવાભાવી ડો. અતુલભાઇ ચગનું અપમૃત્યુ થયું હતું જેની સ્યુસાઈડ નોટમાં લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા ઉપર આરોપ લગાવામાં આવ્યો હતો જેની સામે પોલીસે આઇપીસી કલમ ૩૦૬ હેઠળ ગુનોનોંધ્યો છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટીકીટ | આપવામાં આવી છે. જેના કારણે જૂનાગઢ | અને ગીરસોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાત ભાજપના ૩૦ લાખથી વધુ રઘુવંશી | પરિવારોને ઉંડો આઘાત લાગ્યો છે.વધુમાં જણાવાયું છે કે રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી ડોક્ટર | અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે હું રાજેશ ચુડાસમા અને | તેના પિતા નારણભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. કરોડો રૂપિયા લઇને પરત નહીં આપવાને કારણે ડોકટરે આપઘાત કરવો પડ્યો હોવાની વિગતોનાંટીકીટ ફાળવતા તેની સામે રઘુવંશી સમાજ દ્વારા રોષ વ્યકત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી ઉમેદવારને બદલવાની માંગણી કરવામાં આવી છે.સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર ભાજપનાં રાજેશ ચુડાસમાને બદલે અન્ય સેવાભાવી ઉમેદવારને ટિકિટ ફાળવવા વેરાવળમાં શ્રી લોહાણા મહા મહા પરિષદની માંગઆધારે દેશભરમાં રઘુવંશી સમાજે તેમજ અન્ય સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યા છે. રેલી કાઢી રોષ વ્યકત કરવામાં આવ્યો છે. નારણભાઈ ચુડાસમાના જામીન પણ ડીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવ્યા છે. આ પ્રકારની વિગતો સાથે પત્રમાં જણાવાયું છે કે છેલ્લા ૨૪ માસથી પોલીસ ફરિયાદ પછી પણ રાજેશભાઈ ચુડાસમા સામે તથા તેમના પિતા સામે કોઈ કામગીરી થઈ નથી. આ સંજોગોમાં રાજેશ ચુડાસમાને બદલે લોકોનાં પ્રશ્નોને વાચા આપી શકે તેવા ઉમેદવારને પસંદ કરવાની લાગણી દોહરાવવામાં આવી હતી.

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!